બોલિવૂડનો ખિલાડી અક્ષય કુમાર લાંબા વિરામ પછી ટેલિવિઝન પર પાછા ફરવા માટે તૈયાર છે. તેમના શો "વ્હીલ ઓફ ફોર્ચ્યુન" નો પ્રોમો રિલીઝ થઈ ગયો છે. આ શો અગાઉ 60 દેશોમાં બનાવવામાં આવ્યો છે અને હવે તેનું ભારતીય વર્ઝન ઉપલબ્ધ થશે.

Continues below advertisement

Continues below advertisement

અક્ષય કુમાર આ શોનું સંચાલન કરશે અને ભાગ લેનારા સ્પર્ધકોને પુરસ્કાર આપશે. આ અમેરિકામાં નંબર વન શો છે, જેને આઠ એમી એવોર્ડ મળ્યા છે. દર્શકો તેના ભારતીય વર્ઝનને જોવા માટે ઉત્સાહિત છે.

આ ગેમ શો આ રીતે હશે.

શો માટે એક મનોરંજક પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે, જેમાં તે રામુ નામના નોકરનું પાત્ર ભજવી રહ્યો છે. આ ગેમ શોમાં એક શબ્દ પઝલ અને લકી વ્હીલ (એક મોટું ફરતું ચક્ર) બંને છે. સ્પર્ધકો ચક્રને ફેરવીને કોયડાઓ ઉકેલવાનો પ્રયાસ કરે છે.

ચક્રમાં વિવિધ રોકડ વેલ્યૂ, બોનસ અને "બેકરપ્ટ/લૂઝ અ ટર્ન " જેવા વિકલ્પો છે. જે વેલ્યૂ પર વ્હીલ રોકાય છે તે સ્પર્ધકને મળે છે. વ્હીલ ફર્યા પછી સ્પર્ધક એક અક્ષર પસંદ કરે છે. જો તે અક્ષર પઝલમાં દેખાય છે તો બધા મેચિંગ અક્ષર જાહેર થશે. પછી સ્પર્ધક અક્ષર પસંદ કરી શકે છે અને સમગ્ર પઝલ ઉકેલી શકે છે.

સ્પર્ધકોને તે મુજબ ઇનામની રકમ મળશે. સોની ટીવીએ હજુ સુધી ભારતી વર્ઝનની સંપૂર્ણ વિગતો શેર કરી નથી. જોકે, મૂળભૂત ગેમપ્લે વૈશ્વિક ફોર્મેટની જેમ જ રહેશે. અહેવાલો અનુસાર, "વ્હીલ ઓફ ફોર્ચ્યુન" 2026 માં પ્રીમિયર થશે.

ટીવી પર 2004 માં ડેબ્યૂ થયું

તે અમિતાભ બચ્ચનના શો "કૌન બનેગા કરોડપતિ" પછી પ્રસારિત થઈ શકે છે. જોકે, નિર્માતાઓએ હજુ સુધી વિગતો જાહેર કરી નથી. અક્ષય કુમારે 2004 માં "સેવન ડેડલી આર્ટ્સ" સાથે નાના પડદા પર ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેમણે "ખતરો કે ખિલાડી" ની સીઝન 1, 2 અને 4 હોસ્ટ કરી હતી.

ત્યારબાદ તેઓ 2010 માં "માસ્ટર શેફ ઇન્ડિયા સીઝન 1" માં જજ તરીકે દેખાયા. 2014માં તેમણે ડેર 2 ડાન્સ હોસ્ટ કર્યો. તેમણે "જમાઈ રાજા" શ્રેણીનું નિર્માણ પણ કર્યું. 2017માં તેઓ ફરી એકવાર "ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ" માં જજ તરીકે જોવા મળ્યા હતા. હવે 2026માં તેઓ ટેલિવિઝન પર પાછા ફરવા માટે તૈયાર છે.