મુંબઈ:  દેશભર ફરી કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. છેલ્લા કેટલાક દિવસોમાં ટીવી અને બોલિવૂડના અનેક સ્ટાર્સ કોરોના વાયરસ (Coronavirus)ની ઝપેટમાં આવી ગયા છે. ત્યારે હવે ટીવીની લોકપ્રિય એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી (Rupali Ganguly)પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ છે. રૂપાલી ટીવીની સૌથી હિટ અને ટીઆરપી લિસ્ટમાં નંબર વન શો ‘અનુપમા’(Anupamaa)માં લીડ રોલ ભજવી રહી છે. રૂપાલી સિવાય આશીષ મેહરોત્રા (Aashish Mehrotra) પણ  કોરોના થયો છે. આશીષ શોમાં અનુપમાના મોટા દિકરાની ભૂમિકા ભજવી રહ્યો છે.  


આશિષ થોડા દિવસ પહેલા કોરોના સંક્રમિત થયો હતો. ત્યારબાદ તેણે તેની ટીમને તેની જાણકારી આપી હતી. 2 એપ્રિલની સવારે રૂપાલી (Rupali Ganguly)એ જાણકારી આપી હતી કે, તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેનામાં હળવા લક્ષણો છે. રૂપાલીએ એક પોસ્ટ શેર કરીને આ વાતની જાણકારી આપી હતી.  રૂપાલી હાલમાં સેલ્ફ ક્વોરન્ટાઈન થઈ ગઈ છે. આ સિવાય શોના અનેક કાસ્ટ અને ક્રૂ પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. 


શોની કાસ્ટમાં અનેક લોકો કોરોના સંક્રમિત 


શોમાં રૂપાલીના મોટા દીકરાની ભૂમિકા ભજવનાર આશિષ મેહરોત્રા છેલ્લા ઘણા દિવસોથી શોમાંથી ગુમ હતો. તેમના અચાનક ગાયબ થવાને કારણે પ્રેક્ષકો ચિંતિત છે. હવે તેની પુષ્ટિ થઈ ગઈ છે કે તે કોરોના સંક્રમિત થયો છે અને  ક્વોરેન્ટાઇન છે. ગયા મહિને શોમાં અનુપમા (Anupamaa)ના નાના દીકરાની ભૂમિકા ભજવનાર પારસ કાલનાવત પણ કોરોના સંક્રમિત થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, શોમાં અનુપમાના પતિની ભૂમિકા ભજવનાર સુધાંશુ પાંડે પણ કોરોના વાયરસથી સંક્રમિત થયો છે. જો કે, પ્રોડ્યૂસર રાજન શાહી અને તેની ટીમ આગામી એક્શનની તૈયારી કરી રહ્યાં છે.