Anupamaa Upcoming Twist : સ્ટાર પ્લસના સુપરહિટ શો 'અનુપમા'ના લેટેસ્ટ એપિસોડમાં લીડ સ્ટાર અનુપમા ઉર્ફે રૂપાલી ગાંગુલી ગુંડાઓથી ઘેરાયેલી જોવા મળે છે. આ વખતે શોમાં ઘણો હોબાળો થયો છે. બીજી તરફ, અનુજ તેની પત્નીને જોખમમાંથી બચાવવા માટે લડાઈમાં કૂદી પડે છે. શોના આ રસપ્રદ ટ્વિસ્ટથી દર્શકોની ઉત્તેજના વધી ગઈ છે. જો કે અનુપમાના લેટેસ્ટ એપિસોડમાં મોટો ટ્વિસ્ટ આવવાનો છે.


અનુપમા ડિમ્પલને ઘરે રોકશે


અત્યાર સુધી અનુપમામાં તમે જોયું હશે કે અનુપમા અજાણ્યા કપલને મદદ કરે છે. તે તેમને ગુંડાઓથી બચાવે છે અને ઘરે લાવે છે. પછી ગુંડાઓ અનુપમાને પકડી લે છે અને તેને ડિમ્પલથી દૂર રહેવા ચેતવણી આપે છે. આ દરમિયાન ડિમ્પલે કાપડિયાનું ઘર છોડવાનું નક્કી કર્યું. જોકે, અનુપમા જીદ કરીને તેને રોકે છે.





આગામી એપિસોડમાં હંગામો થશે


હવે અનુપમાના આગામી એપિસોડમાં એક મોટો ખતરનાક ટ્વિસ્ટ આવશે જ્યારે ડિમ્પલ અનુપમાની કોલેજમાં એડમિશન લેવાનું નક્કી કરશે. ત્યારબાદ ગુંડાઓ અનુપમા પર હુમલો કરશે. હુમલાની વચ્ચે, અનુપમા ગુંડાઓની તસવીરો ક્લિક કરશે અને તેમની ધરપકડ કરવા પુરાવા એકત્રિત કરશે. દરમિયાન અનુપમા સાથેની ઘટના વિશે સાંભળીને વનરાજ ચોંકી જાય છે. બીજી તરફ, અધિક કહે છે કે પાખી તેના મિત્રો સાથે પાર્ટી કરવા માટે નીકળી હતી અને ઘરે પરત આવી નથી. શાહ પાખીને શોધવાનું શરૂ કરે છે. અચાનક પાખીનું અપહરણ થઈ જશે અને આ ઘટનાથી શાહ અને કાપડિયા પરિવાર આ ઘટનાથી ગભરાઈ જશે. 



અનુપમા હવે શું કરશે?


આટલું જ નહીં અનુપમાના લેટેસ્ટ એપિસોડમાં અનુજ અને છોટી અનુનો અકસ્માત થશે. હવે જોવાનું એ રહેશે કે અનુપમા પરિવારની મુશ્કેલી જોઈને આગળ શું કરશે?