નવી દિલ્હીઃ અત્યારે ચાલી રહેલી વિજય હજારે ટ્રૉફીમાં એક મેચમાં મહારાષ્ટ્રના બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડે એક ઓવરમાં 7 છગ્ગા ફટકારીને વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે, 28 નવેમ્બરે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની વચ્ચે રમાયેલી એક મેચમાં ઋતુરાજ ગાયકવાડે એક નૉ બૉલ સહિત 7 છગ્ગા ફટકારી દીધા હતા. તેના આ કારનામા બાદ સોશ્યલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થવા લાગ્યો છે, જેમાં જેઠાલાલ પોતાનો રેકોર્ડ બતાવતા દેખાઇ રહ્યાં છે. 


ઋતુરાજ 7 છગ્ગા ફટકારવા છતાં ના તોડી શક્યો જેઠાલાલનો રેકોર્ડ -
ખરેખરમાં, ટીવી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલે એક ઓવરમાં 50 રન બનાવ્યા હતા, ઋતુરાજ ગાયકવાડ 7 છગ્ગા ફટકારવા છતા પણ જેઠાલાલનો આ રેકોર્ડ તોડવામાં નિષ્ફળ રહ્યો હતો. એક કાલ્પનિક શૉ છે, આ શૉમાં અભિનેતા દિલીપ જોશી જેઠાલાલની ભૂમિકા નિભાવી રહ્યાં છે. 


દિલીપ જોશી પોતાની શાનદાર કૉમેડી માટે ખુબ જાણીતા છે, તેની એક ક્લિપ સોશ્યલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહી છે. જેમાં તે કહેતા દેખાઇ રહ્યાં છે કે, મે એક ઓવરમાં 50 રન માર્યા છે, જ્યારે તેમને પુછવામા આવે છે કે એક ઓવરમાં 50 રન કઇ રીતે બની શકે છે. જેઠાલાલ આના પર કહે છે કે, તે ઓવરમાં 2 નૉ બૉલ પડ્યા હતા, અને તેના પર તેને છગ્ગા ફટકાર્યા હતા. આ વીડિયો આઇપીએલ ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રૉયલ્સે પોતાના ટ્વીટર હેન્ડલ દ્વારા શેર કર્યા છે. 






ઋતુરાજની શાનદાર બેટિંગ
મહારાષ્ટ્ર તરફથી રમી રહેલા ઋતુરાજ ગાયકવાડે વિજય હજારે ટ્રૉફીમાં ઉત્તર પ્રદેશ દમદાર બેટિંગ કરી હતી, તેને ઇનિંગની 49મી ઓવરમાં ઉત્તર પ્રદેશના શિવા સિંહની ઓવરમાં આ કારનામુ કરી બતાવ્યુ હતુ, તેને શિવા સિંહની બૉલિંગના 6 બૉલમાં 7 સિક્સર ફટકારી હતી. આ 7 સિક્સરની મદદથી તેણે ઉત્તર પ્રદેશ સામે બેવડી સદી પણ ફટકારી હતી. તેણે આ મેચમાં 159 બોલમાં 220 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 10 ફોર અને 16 સિક્સર ફટકારી હતી. આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઈનલ મેચમાં ગાયકવાડે એક ઓવરમાં 7 સિક્સર ફટકારી હતી. આવું કરનાર તે વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે.


ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત ઋતુરાજ એક ઇનિંગમાં 16 સિક્સર ફટકારનારો ત્રીજો ભારતીય બેટ્સમેન બની ગયો હતો, તેની પહેલા રોહિત શર્મા, એન જગદીશન આ કારનામુ કરી ચૂક્યા છે.