Asit Modi on Team India: એશિયા કપ 2022માં ભારતે પાકિસ્તાનને હરાવ્યા બાદ દેશમાં ચારેતરફ જીતની ઉજવણી થઈ રહી છે. ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવી શાનદાર જીત હાંસલ કરી હતી. બોલીવુડના સ્ટાર્સ સહિતના સેલેબ્સ પણ ઓલરાઉન્ડર ફિનિશર હાર્દિક પંડ્યાના ચાહક બની ગયા હતા. ભારતની જીતના આ જશ્ન દરમિયાન તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ એક ટ્વીટ કર્યું હતું જે ખુબ વાયરલ થયું હતું.


અસિત મોદીએ અંગ્રેજી ભાષા અંગે મુદ્દો ઉઠાવ્યોઃ


રવિવારે રાત્રે મેચ પુર્ણ થયા બાદ અસિત મોદીએ ટ્વીટ કરીને એક સવાલ પૂછ્યો હતો. અસિત મોદીએ ગઈકાલે રાત્રે 12 વાગ્યે એક ટ્વીટ તેમણે લખ્યું હતું કે, - પાકિસ્તાની ક્રિકેટરો મોટાભાગે તેમની માતૃભાષા હિન્દી અને ઉર્દૂમાં બોલે છે અને આપણા (ટીમ ઈન્ડિયાના) ક્રિકેટરો મોટાભાગે અંગ્રેજીમાં બોલે છે, તમારું શું મંતવ્ય છે?




લોકોએ આપ્યા મજેદાર જવાબઃ


અસિત મોદીએ ટ્વીટર યુઝર્સને પૂછવામાં આવેલો આ સવાલ વાયરલ થઈ રહ્યો છે. અસિત કુમાર મોદીને ઘણા લોકોએ ટ્રોલ પણ કર્યા છે અને ઘણાએ ફની કોમેન્ટ પણ કરી છે. એક યુઝરે અસિત મોદીને જવાબ આપતા લખ્યું - પાકિસ્તાની પ્લેયરને અંગ્રેજી આવડતું નથી એટલે. બીજાએ અસિત મોદીને ટ્રોલ કરતાં લખ્યું - તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના આગામી એપિસોડમાં, આ મુદ્દાને રાખો અને બબલ ગમની જેમ ખેંચો. આ દરમિયાન એક યુઝર્સે તો એમ પણ લખ્યું કે, તમે તમારો શો સંભાળો.