Naagin 7: ‘બિગ બૉસ 15’ના ઘરમાંથી બહાર નીકળવા અે રિયાલિટી શૉની ટ્રૉફી જીતતા પહેલા જ, તેજસ્વી પ્રકાશે આ વર્ષે એકતા કપૂરના સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘નાગિન’ની છઠ્ઠી સિઝનને મેળવી લીધી હતી, અને એક્ટ્રેસે આમાં લીડ રૉલ પ્લે કર્યો હતો. ત્યારથી તેજસ્વી પ્રકાશ નાગિન તરીકે દિલ જીતવામાં સફળ રહી હતી. 


હવે સીરિયલમાં ડબલ રૉલમાં દેખાઇ રહી છે. વળી, મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો સિઝન 7ની આગામી નાગિન પણ ‘બિગ બૉસ’ના ઘરમાંથી જ પસંદ કરવામાં આવશે. 






અર્ચના અને પ્રિયંકા નાગિન 7માં દેખાઇ શકે છે -  
સોશ્યલ મીડિયા બઝથી જાણવા મળી રહ્યું છે કે તેજસ્વીની સુપર સફળ સિઝન બાદ, મેકર્સ બે એક્ટ્રેસીસમાંથી કૉન્ટેક્ટ કરવાનું પ્લાનિંગ કરી રહ્યાં છે. જે બિગ બૉસ 16માં કન્ટેસ્ટન્ટ તરીકે દેખાઇ રહી છે, અને આ નાગિન 7ના લીડ સ્ટાર્સ છે. આ ઘરવાળા છે BB16ની સ્ટાર કન્ટેસ્ટન્ટ અર્ચના ગૌતમ અને એક્ટ્રેસ પ્રિયંકા ચાહર ચૌધરી. બન્ને નેટિઝમ્સની વચ્ચે ખુબ પૉપ્યૂલર છે અને દર્શકોને પસંદ છે, કે જ્યારથી તેમના સાથી કન્ટેસ્ટન્ટ સાથે ઝઘડો થાય છે,તો તે ડ્રામા ક્વિન બની જાય છે. બન્ને આ સિઝનમાં સૌથી વધુ એટ્રેક્ટિવ અને ઇન્ટરેસ્ટિંગ પર્સનમાંના એક છે.