Bigg Boss 19 Grand Premiere: રિયાલિટી શો 'બિગ બોસ 19' શરૂ થઈ ગયો છે. સલમાન ખાને તેની ફિલ્મ 'હર દિલ જો પ્યાર કરેગા' ના ગીત 'ઐસા પહેલી બાર હુઆ હૈ' પર પરફોર્મ કર્યું. ત્યારબાદ સ્પર્ધકોનો એક પછી એક પરિચય કરાવવામાં આવ્યો.

અશ્નૂર કૌરે 'ઈલલીગલ વેપન્સ 2.O' ગીત પર જોરદાર ડાન્સ કર્યો હતો. નગ્મા મિરાજકર અને આવાઝ દરબારે એક સાથે પરફોર્મ કર્યું. મિસ યુનિવર્સ ઈન્ડિયા નેહા ચુડાસમા પણ 'બિગ બોસ 19' માં જોવા મળશે. લોકપ્રિય ટીવી શો 'અનુપમા' માં અનુજનું પાત્ર ભજવનાર અભિનેતા ગૌરવ ખન્નાએ 'મૈં હૂં ના' પર ડાન્સ કરીને મહેફિલ લૂંટી હતી.

પોલિશ અભિનેત્રી નતાલિયા જિનકોયાએ સલમાન ખાનની ફિલ્મનું 'કેરેક્ટર ઢિલા હૈ' ગીત ગાઈને બધાને પ્રભાવિત કર્યા. નતાલિયા ફિલ્મ હાઉસફુલ 5માં પણ જોવા મળી છે. નીલમ ગિરીએ 'દિલ વાલોં કે દિલ કા કરર લૂંટને' અને 'સ્ત્રી 2'ના ગીત 'આઈ નહીં' પર ડાન્સ કરીને ઈવેન્ટમાં ચાર્મ વધાર્યો હતો.

'બિગ બોસ 19'ના સ્પર્ધકો

અશ્નૂર કૌર

જીશાન કાદરી

તાન્યા મિત્તલ

નગમા મિરાજકર

આવેઝ દરબાર

અભિષેક બજાજ

નેહલ ચુડાસમા

બસીર અલી

ગૌરવ ખન્ના

નતાલિયા જિનકોયા

પ્રણિત મોરે

નીલમ ગીરી

ફરહાના ભટ્ટ

કુનિકા સદાનંદ

મૃદુલ તિવારી

અમાલ મલિક

સલમાન ખાને 'બિગ બોસ 19'ની ફીમાં ઘટાડો કર્યો

દરેક સીઝનની જેમ આ વખતે પણ સલમાન ખાન શોને હોસ્ટ કરતો જોવા મળી રહ્યો છે. જો કે આ વખતે સલમાને પોતાની ફીમાં ઘટાડો કર્યો છે. સુપરસ્ટારે 'બિગ બોસ 18' માટે કુલ 250 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા. અહેવાલો અનુસાર, સલમાન ખાન 'બિગ બોસ 19' ની આખી સીઝન માટે કુલ 150 કરોડ રૂપિયા ફી લેશે. તે 15 અઠવાડિયા માટે આ શો હોસ્ટ કરશે જેના માટે તે દર અઠવાડિયે લગભગ 10 કરોડ રૂપિયા ચાર્જ કરશે. ફરાહ ખાન અને કરણ જોહર 'બિગ બોસ 19' ને હોસ્ટ કરી શકે છે.