બિગ બોસ 14નો ગ્રાન્ડ ફિનાલે એક દિવસ બાદ યોજાવાનો છે. ઓડિયન્સ અને મેકર્સને આ સીઝનના વિજેતા મળી જશે. ત્યારબાદ શો ઓફ એયર થશે. બિગ બોસ 14ના સ્પર્ધક, વિજેતા અને રનરઅપ પોત-પોતાના કામમાં લાગી જશે. મેકર્સ આગામી સીઝનની તૈયારીઓ કરશે. ઘણા સેલેબ્સ, જાણીતી પર્સનાલિટી આગામી સીઝનમાં ભાગ લેવા માટે તૈયારી કરશે. પરંતુ શું તમે જાણો છો એમાં એક સામાન્ય માણસ પણ ભાગ લઈ શકે છે.

હા, તમે સાચુ સાંભળ્યું. અહીં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે બિગ બોસની આગામી સીઝનમાં તમે કઈ રીતે સ્પર્ધક તરીકે ભાગ લઈ શકો છો. બિગ બોસમાં ભાગ લેવા માટે પહેલા તેની યોગ્યતા જોવી જરૂરી છે. તેના માટે ઓડિશન પણ થાય છે. આ ઓડિશન મેકર્સ અને જજ લે છે.

બિગ બોસ ઓડિશન માટે યોગ્યતા

- તમારી ઉમંર 18 વર્ષથી વધારે હોવી જોઈએ.
- તમે ભારતીય નાગરિક હોવા જોઈએ.
- તમારો કોઈ ક્રમિનલ રેકોર્ડ ન હોવો જોઈએ.
- તમને કોઈ જીવલેણ બીમાર ન હોવી જોઈએ.
બિગ બોસ માટે દસ્તાવેજ

બિગ બોસમાં જવા માટે ઘણા દસ્તાવેજની જરૂર પડે છે.
- આધાર કાર્ડ
- પાન નંબર
- ડ્રાઈવિંગ લાઈસેન્સ
- સ્કૂલ લિવિંગ સર્ટી
- જન્મ પ્રમાણપત્ર
- પાસપોર્ટ
- અન્ય ઓળખ પત્ર

ભરવું પડશે રજિસ્ટ્રેશન ફોર્મ

આ સિવાય તમારે બિગ બોસનું રજિસ્ટ્રેશન ફોર્મ ભરવું પડશે. આ ફોર્મમાં તમારે તમારુ નામ, ઘરનું સરનામું સિવાય સોશિયલ મીડિયા હેન્ડલની જાણકારી આપવી પડશે.એક વીડિયો અપલોડ કરવાનો રહેશે. તમારે એ જણાવવું પડશે કે તમે બિગ બોસના ઘરમાં શા માટે જવા માંગો છો ? આ સિવાય તમારે હાઈટ અને વજન પણ લખવાનો રહેશે.

અહીંથી થાય છે રજિસ્ટ્રેશન

બિગ બોસનું ઓફિશિયલ બ્રૉડકાસ્ટ પાર્ટનર વૂટ અને કલર્સ છે. તમે ઓડિશન દરમિયાન તેની એપ અને વેબસાઈટ પર જઈ રજિસ્ટ્રેશન કરાવી શકો છો.