મુંબઈઃ ગોરેગાંવ ફિલ્મ સિટીમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલના સેટ પર આગ લાગી હતી. આગ લાગી ત્યારે અન્ય કોઈ સીરિયલનું શૂટિંગ થઈ રહ્યું હોવાનું જણાવવામાં આ રહ્યું છે. આગની જ્વાળા જોઈને શૂટિંગ કરી રહેલું યૂનિટ ગભરાઈ ગયું હતું અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી.

આગ પર મેળવાયો કાબુ

આગની ઘટના મોડી રાતે 2 કલાકને 50 મિનિટે બની હતી. દુર્ઘટના બાદ સેટ પર અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન કોઇએ ફાયર કંટ્રોલને જાણ કરી હતી. જે બાદ ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. દુર્ઘટનામાં કોઈ ઘાયલ હોવાની ખબર નથી.

આગ લાગવાનું કારણ નથી જાણી શકાયું

કયા કારણોસર આગ લાગી તે અંગે કંઇ જાણી શકાયું નથી. હાલ આગ પર નિયંત્રણ મેળવી લેવાયું છે. આ ઘટના બાદ સીરિયલ્સનું શૂટિંગ કરી રહેલી ટીમ થોડી ગભરાઈ ગઈ હતી.