મુંબઇઃ બૉલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો શૉ કૌન બનેગા કરોડપતિની સિઝન 12 વિવાદોમાં સપડાઇ ગઇ છે. મહારાષ્ટ્રમાં બીજેપીના એક ધારાસભ્યએ મંગળવારે કેબીસી અને તેના હૉસ્ટ કરનારા અમિતાભ બચ્ચન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દીધી છે. બીજેપી નેતાએ અમિતાભ બચ્ચન પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે.

અમિતાભ બચ્ચન વિરુદ્ધ ફરિયાદ બીજેપી નેતા અભિમન્યુ પવારે નોંધાવી છે, પવારે લાતૂર જિલ્લાના આઉસામાં બિગ બી અને સોની ટીવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અભિમન્યૂ પવારનો આરોપ છે કે કેબીસીમાં હિન્દુઓની ભાવનાઓનુ અપમાન કરવાની સાથે સાથે બૌદ્ધો અને હિન્દુઓ વચ્ચેનુ સૌહાર્દ બગાડવાની કોશિશ કરવામાં આવી. આ એપિસૉડમાં બચ્ચનની સાથે હૉટ સીટ પર સામાજિક કાર્યકર્તા વેજવાડા વિલ્સન અને અભિનેતા અનૂપ સોની હતા, જેમને 6.40 લાખની રકમનો પ્રશ્ન પુછવામાં આવ્યો હતો.



અમિતાભ બચ્ચને કન્ટેસ્ટન્ટને આ સવાલ પુછ્યો
25 ડિસેમ્બર 1927એ ડૉ. બી.આર. આંબેડકર અને તેના અનુયાયીઓએ કયા ધર્મગ્રંથની પ્રતિયોં સળગાવી હતી?' આ માટે ચાર ઓપ્શન આપવામાં આવ્યા.
(A) વિષ્ણુપુરાણ
(B) ભગવતગીતા
(C) ઋગ્વેદ
(D) મનુસ્મૃતિ

પ્રૉપેગેન્ડા ફેલાવી રહ્યું છે કેબીસી
કન્ટેસ્ટન્ટને આનો સાચો જવાબ (D) મનુસ્મૃતિ આપ્યો. આ પછી વિવેક રંજન અગ્નિહોત્રીએ આની ક્લિપ શેર કરી. આ પછી કેટલાય યૂઝર્સે આ ક્લિપને રિટ્વીટ કરી અને ટ્વીટ કરતાં આની નિંદા કરી. માધવી ભટ્ટ નામની યૂઝરે ક્લિપ શેર કરતા લખ્યુ- આ શૉનો અલગાવવાદ દેખાઇ રહ્યો છે, કે બીઆર આંબેડકર હિન્દુઓની વિરુદ્ધમાં હતા, તે સમુદાય જાતિના આધાર પર વહેંચવા માંગતા હતા, આ બધુ પ્રોપેગેન્ડા ફેલાવી રહ્યું છે.