Covid In Bollywood Again: ઘણા લાંબા સમય બાદ ફરીથી એકવાર કોરોના વાયરસનુ સંક્રમણ આખા દેશમાં ફેલાઇ રહ્યું છે. આ વાયરસનો નવો વેરિએન્ટ પણ સામે આવી ચૂક્યો છે. જેનુ નામ ઓમિક્રૉન બતાવવામાં આવી રહ્યું છે. આ બધાની વચ્ચે બૉલીવુડ એક્ટર અમિત સાધ પણ કૉવિડ પૉઝિટીવ નીકળ્યો છે. તેને સોશ્યલ મીડિયા દ્વારા પોતે કોરોના પૉઝિટીવ હોવાની જાણકારી ફેન્સને આપી છે. 


અમિત સાધે કોરોનાથી સંક્રમિત થવાની જાણકારી આપતા સોશ્યલ મીડિયા પર એક પૉસ્ટ શેર કરી છે. અમિતે લખ્યું- કેટલીય સાવધાની રાખવા છતાં પણ કૉવિડ 19 પૉઝિટીવ નીકળ્યો છું. લક્ષણ માઇલ્ડ છે, તમામ નિયમોનુ પાલન કરતા હું ખુદને ઘરમાં ક્વૉરન્ટાઇન કરીશ. મને વિશ્વાસ છે કે હું પહેલા કરતાં વધુ મજબૂત થઇને પરત ફરીશ. પ્લીઝ પોતાનો અને બીજાઓને પણ ખ્યાલ રાખજો. તમને બધાને ખુબ ખુબ પ્રેમ. 



અમિત સાધની આ પૉસ્ટ પર ફેન્સ ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે, અને એક્ટરને જલ્દી ઠીક થવાની પ્રાર્થના કરી રહ્યાં છે. અમિત સાધે 20 ઓક્ટોબરે તેની જાણીતી વેબ સીરીઝ બ્રીધની બીજી સિઝનની જાહેરાત કરી હતી. આ સિઝનમાં તેની સાથે એક્ટર અભિષેક બચ્ચન મેન લીડ રૉલમાં દેખાશે. અમિત સાધે જ્યારે કોરોનાની બીજી લહેર આવી હતી ત્યારે તે સમયે સોશ્યલ મીડિયાથી દુરી બનાવી લીધી હતી. 


તાજેતરમાં જ કાજોલની બહેન તનીષા મુખર્જીએ પોતાના સોશ્યલ મીડિયા દ્વારા એ બતાવ્યુ કે તે કોરોના પૉઝિટીવ છે. વળી શ્રૃતિ હાસનના પિતા કમલ હાસનને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે, અને હાલ તે રિક્વરી સ્ટેજ પર છે.