દયા ભાભીનુ પાત્ર ભજવનાર એક્ટ્રેસ દિશા વાકાણી સપ્ટેમ્બર 2017થી શૉમાં દેખાઇ નથી. દિશા વાકાણી તે સમયે મેટરનિટી લીવ પર ગઇ હતી, અને બાદમાં તેની શૉમાં વાપસી થઇ નથી. જોકે દિશાએ શૉ પણ છોડ્યો નથી. હવે રિપોર્ટ છે કે દિશા વાકાણી ફરી એકવાર તારક મહેતામાં પરત ફરી શકે છે. એક રિપોર્ટ પ્રમાણે તારક મહેતા દયા ભાભીની વાપસી પર ખાસ મિશન પ્લાનિંગ કરવામાં આવ્યુ છે.
શોમાં અંજલિ અને તારક વાત કરે છે અને આ દરમિયાન દયાબહેનની વાપસીનો ઉલ્લેખ પણ કરે છે. અંજલિ કહે છે 2021નો પહેલો દિવસ હંગામેદાર હતો. જેના પર તારક મહેતા કહે છે કે બહુ વધારે અને ઈશ્વરને પ્રાથના કે આવો હંગામો ફરીથી જોવા ન મળે. 2021 શાંતિથી પસાર થઈ જાય બસ. તો અંજલિ કહે છે કે 2021માં બસ પોપટભાઈના લગ્ન થઈ જાય અને સૌથી વધારે જરૂરી કોરોના વેક્સિન બધાને સફળતાપુર્વક લાગી જાય.
જેના પર તારક મહેતા કહે છે કે આ બે નહીં પણ આ ઉપરાંત બીજા બે પણ છે. એક તો દયાભાભીને જલ્દીથી ગોકુલધામમાં વાપસી કરવામાં આવે. તો જેના પર અંજલિ કહે છે તો આ મિશન તો 2021માં જલ્દીમાં જલ્દી પૂરું કરવામાં આવે. ગડા પરિવાર અને સમગ્ર ગોકુલધામ દયાભાભીને બહુ મિસ કરી રહ્યા છે.