Debina Bonnerjee Daughter Photos: માતા બન્યા પછી દરેક સ્ત્રીનું જીવન હંમેશા માટે બદલાઇ જાય છે. તેનો આખો સમય તેના નાના જીવનની આસપાસ ફરે છે. ટીવી એક્ટ્રેસ દેબિના બેનર્જી જે હાલમાં જ બીજી વખત માતા બની છે તે પણ આ તબક્કામાંથી પસાર થઈ રહી છે. તે છેલ્લા 4-5 વર્ષથી માતા બનવાનો પ્રયાસ કરી રહી હતી. આખરે તેની પ્રાર્થના ભગવાને સાંભળી અને તેને એક નહી બે બે દીકરીઓની માતા બનવાનું સૌભાગ્ય સાંપડ્યું. અભિનેત્રીએ આ નવેમ્બરમાં જ બીજી પુત્રીને જન્મ આપ્યો છે. ત્યારે હવે અભિનેત્રીએ બંને દિકરીઓના અકે સાથે ફોટા શેર કર્યા છે.
દેબિના બેનર્જીએ બંને પુત્રીઓની તસવીરો શેર કરી
દેબિના બેનર્જીએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બે ફોટા શેર કર્યા છે. એક ફોટામાં તેણી તેની મોટી પુત્રી લિયાના ચૌધરી સાથે જોવા મળી રહી છે. ફોટામાં લિયાના તેની માતા તરફ પ્રેમથી જોઈ રહી છે. લિયાનાના માથા પર લાલ કલરનો દુપટ્ટો ઓઢેલો છે. બીજા ફોટામાં દેબિનાની બંને પુત્રીઓ એકબીજાના હાથને પકડે છે. આ તસવીરો શેર કરતાં, દેબિના બેનર્જીએ કેપ્શન લખ્યું છે કે "તમે બંનેએ મારું હૃદય કાયમ માટે બદલી નાખ્યું છે. ચાહકો દેબિના બેનર્જીની બંને દીકરીઓની તસવીરો જોઈને ઘણા ખુશ લાગી રહ્યા છે અને કોમેન્ટ કરી પ્રેમ વરસાવી રહ્યા છે.
દેબિના બેનર્જીનું વ્યક્તિગત જીવન
દેબિના બેનર્જી અને તેના પતિ અને અભિનેતા ગુરમીત ચૌધરીએ 2011માં લગ્ન કર્યા હતા. લગ્નના 11 વર્ષ પછી આ દંપતીને એપ્રિલ 2022માં લિઆના ચૌધરીનું સ્વાગત કર્યું. દેબિના બેનર્જી અને ગુરમીત 11 નવેમ્બર 2022ના રોજ બીજી પુત્રીના માતાપિતા બન્યા. દેબિના બેનર્જીની બીજી ડિલિવરી તાત્કાલિક કરાવવી પડી હતી. અભિનેત્રીએ નાની પુત્રીનું નામ હજુ સુધી જાહેર કર્યું નથી. અભિનેત્રી કહે છે કે તેણે નામ પસંદ કર્યું છે. તે ટૂંક સમયમાં તેની જાહેરાત કરશે.
હાલમાં ટીવી અભિનેત્રી દેબિના બેનર્જી સોશિયલ મીડિયા પર માતા બન્યા પછી અનુભવો શેર કરી રહી છે.