'કુમકુમ ભાગ્ય' સીરિયલનુ શૂટિંગ મુંબઇના ચાંદીવલી વિસ્તારમાં આવેલા કિલિક નિક્સૉન સ્ટૂડિયોમાં થઇ રહ્યું હતુ, આ દરમિયાન અચાનક સેટ પર આગ લાગી ગઇ હતી. આગ લાગવાનુ કારણ શોર્ટ સર્કિટ હોવાનુ બતાવવામાં આવી રહ્યું છે.
દૂર્ઘટના દરમિયાન શૂટિંગ ચાલી રહ્યુ હતુ, પણ બધા કલાકારો અને ક્રૂ મેમ્બરોને સુરક્ષિત સ્થાન પર ખસેડી દેવામાં આવ્યા હતા. શબ્બીર અહલુવાલિયા, સ્મૃતિ ઝા, મુગ્ધા ચાફેકર અને કૃષ્ણા કૌલ જેવા કલાકારો 'કુમકુમ ભાગ્ય' સીરિયલના કલાકારોમાંના એક છે. બાલાજી ટેલિફિલ્મની પૉપ્યુલર સીરિયલ છે.
ખાસ વાત છે કે, લૉકડાઉન બાદ થોડાક દિવસોથી જ આ સીરિયલનુ ફરીથી શૂટિંગ શરૂ કરાયુ છે. સેટ પર ટીવી સીરિયલની આખી ટીમ બરાબર શૂટિંગ કરી રહી હતી. તે સમયે અચાનક આગ લાગી ગઇ હતી.
કોરોના સંક્રમણથી બચવા માટે હાલ શૉ માટે 10 વર્ષથી નાની ઉંમરના બાળકો અને 60 વર્ષથી વધુ ઉમંરના વૃદ્ધોનુ શૂટિંગ નથી કરાવવામાં આવી રહ્યું.