ટીવીનો સુપરહિટ શો 'ઇમલી' હંમેશા ટોચના શોની યાદીમાં સ્થાન પામે છે. શોના તમામ કલાકારો હંમેશા લાઈમલાઈટમાં રહે છે. તેમાં નેગેટિવ પાત્ર ભજવતી અભિનેત્રી હેતલ યાદવે સનસનાટીપૂર્ણ આરોપ લગાવ્યા છે. અભિનેત્રીએ ટીવી ઈન્ડસ્ટ્રીના અનેક રહસ્યો જાહેર કરી દીધા છે. આ સાથે જ તેણે પોતાની કારકિર્દી વિશે ઘણું કહ્યું છે જેને લઈને આજ દિન સુધી લોકો અજાણ હતા.



ટીવી ઈન્ડસ્ટ્રીમાં કેટલા વર્ષોથી કામ કરો છો અને અભિનય સાથે બીજું શું કર્યુ?

ટીવી ઈન્ડસ્ટ્રીમાં પોતાના કામને લઈને અભિનેત્રીએ કહ્યું હતું કે, તેને વર્ષ 1996માં કામ શરૂ કર્યું. મલ્ટિટાસ્કિંગ જેવું કંઈ નથી પણ હું ઘણું બધું કરું છું. સૌપ્રથમ ડાન્સથી શરૂઆત કરી. આસિસ્ટન્ટ તરીકે પણ કામ કર્યું. તે પણ સારા લોકો સાથે. કોરિયોગ્રાફી કરી અને આખરે અભિનયના ક્ષેત્રમાં આવી. ઘણી ભાષાઓમાં ફિલ્મ ક્વીનનું સહ-નિર્માણ કર્યું. અભિનેત્રીએ કહ્યું હતું કે, તેને અભિનયમાં ખાસ રસ નહતો. હું કોરિયોગ્રાફર બનવા માંગતી હતી.

અભિનેત્રીએ ખોલ્યા અનેક રહસ્યો

અભિનય ક્ષેત્રે કાસ્ટિંગ કાઉચને લઈને સનસની રહસ્યો ખોલતા અભિનેત્રી હેતલ યાદવે કહ્યું હતું કે, ટીવી હોય કે ફિલ્મ, બંનેમાં ગંદી બાબત રહેલી છે. આ એ લોકો માટે છે જેઓ તેને કરવા માંગે છે. એક સમય એવો હતો જ્યારે હું ઈન્ડસ્ટ્રી છોડી દેવા માંગતી હતી અને તે પણ આ જ બાબતને કારણે. મેં પછી કોર્પોરેટમાં પણ કામ કર્યું અને તે ત્યાં આ બધી ગંદી વસ્તુઓ તો હતી જ. તમે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ વાતનો ઈન્કાર કરી શકો છો પણ ટીવીમાં નહીં. મેં પોતે આ બધાનો સામનો કર્યો છે. જેઓ કરે છે તેમના માટે સારું છે, તેઓ આગળ વધે છે. અજે જેઓ તેમ નથી કરવા માંગતા તેમના માટે કામનો અભાવ છે. દરેક જગ્યાએ એવા લોકો છે જે તમને ઑફર કરશે જ.

કાસ્ટિંગ કાઉચમાં કોઈ વય મર્યાદા નથી જોવાતી. દરેક સાથે અને દરેક સ્તરે થાય છે. મને લાગે છે કે, આ ગંધી બાબતો આધેડ વયના પુરુષોમાં વધુ થાય છે. આ લોકો તેમની પુત્રીની ઉંમરની છોકરીને પણ આ ઓફર કરતા ખચકાતા નથી. ઈન્ડસ્ટ્રીમાં ઠરકી પ્રકારના લોકો છે જ. જેઓ મોટી ઉંમરની મહિલાઓને આ પ્રકારની ઓફર્સ કરે જ છે પણ નાના છોકરાઓ - છોકરીઓને પણ નથી છોડતા. લોકો તેમની શક્તિનો લાભ ઉઠાવે છે અને આ એક વરવી હકીકત છે.

કામની સાથો સાથ આ બાબત હંમેશા થાય છે. ઘણી વખત સિનિયરોએ મને રડાવી પણ છે. હું સેટ પર રડતી હતી. તેઓ ઈચ્છતા હોય છે કે, તમે તેમની આગળ ના નિકળી જાવ. જો તમે થોડું પણ આગળ વધો તો તેમને તકલીફ શરૂ થઈ જાય છે. મને પણ હેરાન કરવામાં આવી છે.

અભિનેત્રીએ કહ્યું હતું કે, તેણે ઘણા ખાસ મિત્રો પણ બનાવ્યા. ઘણા આગળ નિકળી ગયા ને ઘણા પાછળ છૂટી ગયા. જ્યારે ક્યાંક મિત્રતામાં ખટાશ આવી ગઈ. હું તેમને મારો પરિવાર માનતી હતી પરંતુ તેઓએ આગળ વધીને મારી સાથે જ છળકપટ કર્યું. જ્યાં સુધી તમે મિત્રો તરીકે છો, ત્યાં સુધી તે સારું છે પરંતુ જેમ જેમ તમે આગળ વધવા માંડો છો તો તેમને તકલીફ થવા લાગે છે. હું આ લોકોમાંથી કોઈનું નામ નથી લેવા માંગતી કારણ કે, આમ કરવાથી બિગ બોસ મને અને તેમને એક સાથે જ બોલાવી લેશે. બાકી મિત્રો સાથે મતભેદો તો થયા જ છે પણ જેઓ સાથે હતા તે હંમેશા પડખે ઉભા જ રહ્યા છે.