છેલ્લા ઘણા અઠવાડિયાથી સોશિયલ મીડિયા પર એક અફવા ખૂબ વાયરલ થઈ રહી છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે કપિલ શર્માનો શો ટૂંક સમયમાં બંધ થઈ શકે છે. અને આ સમાચારને વધુ હવા મળી જ્યારે Sonyએ તેના નવા કોમેડી શોની જાહેરાત કરી. આ કોમેડી શોનું નામ ઈન્ડિયા લાફ્ટર ચેલેન્જ રાખવામાં આવ્યું છે. આ શો લાંબા સમય બાદ ફરી એકવાર સોની ટીવી પર કમબેક કરવા જઈ રહ્યો છે. આ પહેલા આ શોની પાંચ સીઝન આવી ચૂકી છે. આ શોને દર્શકોનો અપાર પ્રેમ મળ્યો હતો. આ સ્થિતિમાં, લોકો અનુમાન લગાવી રહ્યા છે કે આ શોમાં ફરી એકવાર નવજોત સિંહ સિદ્ધુની 'ઠોકો તાલી'નો પડઘો સંભળવા મળી શકે છે.
 
નવજોત સિંહ સિદ્ધુ રાજકારણની દુનિયામાં ખૂબ જ સક્રિય રહે છે. સાથે જ સિદ્ધુનો કોમેડી શોમાં પણ એક અલગ અંદાજ દર્શકોને ઘણો પસંદ આવતો હતો. પરંતુ એક વિવાદ બાદ જ્યારે કોમેડી શોમાંથી નવજોત સિંહ સિદ્ધુનું પત્તું કાપવામાં આવ્યું ત્યારે તેમના ચાહકો ઘણા નારાજ થયા હતા. ત્યારે હવે આ નવા શોનો પ્રોમો જોઈને ફરી એકવાર નવજોત સિંહ સિદ્ધુની વાપસીનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.






તમને જણાવી દઈએ કે નવજોત સિંહ સિદ્ધુ ઘણા વર્ષો પહેલા ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જને જજ કરતા હતા. આ એ જ શો છે જેણે કોમેડી કરતા કલાકારોને સ્ટાર્સ બનાવ્યા છે. આ શોથી ટીવીની દુનિયાને કપિલ શર્મા, ભારતી સિંહ જેવા સ્ટાર્સ મળ્યા છે.
 
ઈન્ડિયા લાફ્ટર ચેમ્પિયનની વાત કરીએ તો આ શો ટૂંક સમયમાં ટેલિકાસ્ટ થશે. જેમાં ઘણા હાસ્ય કલાકારો ભાગ લેશે. આ શોનું ટીઝર રિલીઝ કરતી વખતે, સોની ટીવીએ કેપ્શનમાં લખ્યું છે કે – ન્યુ શો એલર્ટ, ઈન્ડિયા લાફ્ટર ચેલેન્જ ટૂંક સમયમાં આવી રહ્યો છે… માત્ર સોની ટીવી પર… આ પ્રોમો આવ્યા બાદ હવે લોકો એ પ્રશ્નનો જવાબો જાણવા આતુર છે કે આ શોમાં આપણને શું નવું જોવા મળે છે? અને નવજોત સિંહ સિદ્ધુ ફરી એકવાર ટીવીની દુનિયામાં પાછા ફરે છે કે નહીં?