મુંબઇઃ રિયાલિટી શૉ ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર શૉનો ખિતાબ ગુરુગ્રામના અજય ઉર્ફે ટાઇગર પૉપે જીતી લીધો છે. રવિવારે 22 નવેમ્બરે શૉનો ગ્રાન્ડ ફિનાલે થયો, જેમાં ટાઇગરે બાકી ફાઇનાલિસ્ટ્સને માત આપીને ગ્રાન્ડ ફિનાલે જીતી અને ટ્રૉફી પોતાના નામે કરી લીધી. આની સાથે જ તેને 15 લાખની પ્રાઇઝ મની અને એક એસયુવી કાર પણ ઇનામમાં મળી.

'ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર'માં ટાઇગર ઉર્ફે અજય સિંહને જ્યાં 15 લાખ રૂપિયાનુ ઇનામ તો મળ્યુ પણ તેની કોરિયોગ્રાફર વર્તિકાને પણ 5 લાખ રૂપિયાને ચેક આપવામાં આવ્યો હતો. અજયને મારુતિ સુજુકી વિતારા બ્રેઝા કાર આપવામાં આવી. ફિનાલેમાં ટાઇગરનો મુકાબલો બાકીના ચાર ફાઇનાલિસ્ટ્સ મુકુલ જૈન, સુભ્રનિલ પૉલ, શ્વેતા વૉરિયર અને પરમદીપ સામે થયો હતો. કમ્પિટિશનમાં મુકુલે બીજુ સ્થાન અને શ્વેતાએ ત્રીજુ સ્થાન હાંસલ કર્યુ હતુ.



શૉના વિનર ટાઇગર પૉપની વાત કરીએ તો તે એનસીઆરના ગુરુગ્રામમાંથી આવે છે, તેને પોતાની જીતનો શ્રેય માને આપ્યો છે. ટાઇગરેના પૉપિંગ ડાન્સ ફોર્મ બેસ્ટ છે. ઓડિશન રાઉન્ડમાં તેને બેખયાલી ગીત પર એનિમેશન પૉપિંગ કરીને જજીસના દિલ જીતી લીધા હતા. તેને ડાન્સને જોતા પહેલા જજીસે ટાઇગરને એચડી પૉપર નામનુ ટાઇટલ આપી દીધુ હતુ તેને શૉમાં બીજા કમ્પિટિટર્સને મોટી ટક્કર આપતા ટ્રૉફી પર છેવટે કબજો જમાવી લીધો હતો.



ટાઇગર પૉપની જીત પર એક્ટ્રેસ મલાઇકા અરોડાએ કહ્યું- મને એ વાતનો આનંદ છે કે ટાઇગર પૉપ અમારી પહેલી સિઝન માટે વિજેતા બન્યો છે. ટાઇગર જે પણ કરે છે તે ઉત્કૃષ્ટ છે અને મને લાગે છે કે દર્શકોએ તેની આ ખુબી પર પોતાનો ફેંસલો આપ્યો છે. તે તમામ ટાઇગરને પ્રેમ કરે છે, અને ટાઇગર પણ આ સફળતાનો હકદાર છે, જે તેને આજે મેળવી છે.