મુંબઇઃ ટીવીની જાણીતી અને સેક્સી એક્ટ્રેસીસના લિસ્ટમાં સામલે જિનિફર વિન્ગેટ (Jennifer Winget) ફરી એકવાર પોતાના લૂકને લઇને ચર્ચામાં આવી છે. આ વખતે તે પોતાના નવા ફોટોશૂટની તસવીરોથી ફેન્સની વચ્ચે ચર્ચાનુ કેન્દ્ર બની છે, આમાં તે અદભૂત દેખાઈ રહી છે. જેનિફર વિંગેટને કોઈ પરિચયની જરૂર નથી. તેણે ઈન્ડસ્ટ્રીમાં એક અલગ જ ઓળખ બનાવી છે. 


તાજેતરમાં, જેનિફર વિંગેટે ફરી એકવાર તેની હોટનેસથી ચાહકોના ધબકારા તેજ કર્યા છે. તે ખૂબ જ ટાઈટ ફિટિંગ ડ્રેસમાં જોવા મળી હતી. જેનિફર વિંગેટે તેની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે, જેમાં તે બોડીકોન ડ્રેસમાં તેની ટોન્ડ બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તેણીએ તેના ટૂંકા વાળ, ભવ્ય મેકઅપ અને તેના અદભૂત પોઝ દ્વારા ફોટાને ખૂબ જ આકર્ષક બનાવ્યા છે.


તેની તસવીરો જોઈને ફેન્સ લાઈક્સ અને કોમેન્ટ્સ સાથે રિએક્શન આપી રહ્યા છે. ઘણા ચાહકો તો એવું પણ કહે છે કે તે એટલી સુંદર ન હોવા જોઈએ કે તેને જોઈ ચાહકોના ધબકારા અટકી જાય.






જેનિફર અભિનયની દુનિયામાં એક જબરદસ્ત ખેલાડી છે, પરંતુ તે સોશિયલ મીડિયા પર પણ તેને ગ્લેમર કઈ રીતે બતાવવુંએ સારી રીતે જાણે છે. ટીવી ઈન્ડસ્ટ્રીમાં પોતાની ક્ષમતા સાબિત કર્યા પછી, આ દિવસોમાં તે OTT પ્લેટફોર્મ પર ધમાલ મચાવી રહી છે. જોકે, જેનિફર વિંગેટ જાણે છે કે દરેક વખતે લોકોનું ધ્યાન કેવી રીતે ખેંચવું. તેને 13.6 મિલિયન લોકો ફોલો કરે છે.


બૉલીવુડ લાઇફ રિપોર્ટ અનુસાર, જેનિફર વિન્ગેટ એક પ્રૉજેક્ટમાં કાર્તિક આર્યનની સાથે દેખાશે, અને આની પુરેપુરી સંભાવના છે કે આ એક ફિલ્મ હસે. ખરેખરમાં, રિપોર્ટ છે કે જેનિફર વિન્ગેટ અને કાર્તિકને એકસાથે એક પ્રૉજેક્ટ માટે અપ્રૉચ કરવામાં આવ્યો છે, અને સંભવતઃ તેમને હા પણ પાડી દીધી છે. જોકે, હજુ સુધી આ વાતની પુષ્ટી નથી થઇ શકી કે આ એક પ્રૉજેક્ટ છે કે ફિલ્મ છે. 






સુપર હૉટ લાગશે કાર્તિક અને જેનિફર વિન્ગેટની જોડી -
રિપોર્ટ અનુસાર, જેનિફર વિન્ગેટ હાલમાં વધુ પૉપ્યૂલર ટીવી એક્ટ્રેસમાની એક છે. છે. હાઇએસ્ટ પડે એક્ટ્રેસીસમાં પણ તેનુ નામ સામેલ છે. તેને ઘણી ફિલ્મોમાં ઓફર મળી ચૂકી છે. જોકે હાલમાં તે બેહદ, બેપનાહ જેવી ટીવી સીરિયલોમાં કામ કરીને બધાની માનીતી બની ચૂકી છે. પરંતુ આ વાત સાચી હશે તે જેનિફર વિન્ગેટ અને કાર્તિકની જોડી એકદમ સુપર હૉટ લાગશે.