લોકપ્રિય ટીવી સીરિયલની આ એક્ટ્રેસનું માત્ર 29 વર્ષની ઉંમરે મોત, જાણો ક્યો ઐતિહાસિક રોલ ભજવ્યો હતો ?

મનિષા યાદવના કૉ-સ્ટાર પરિધિ શર્માએ આ દુઃખદ ખબરને કન્ફોર્મ કરી છે. પરિધિ શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટૉરી પર મનિષા યાદવની તસવીર શેર કરી

Continues below advertisement

મુંબઇઃ ટીવી સીરિયલ 'જોધા અકબર' (Jodha Akbar)માં સલીમા બેગમનો રૉલ કરનારી એક્ટ્રેસ મનિષા યાદવ (Manisha Yadav)નું 1 ઓક્ટોબરે નિધન થઇ ગયુ છે. મનિષા યાદવના નિધનનુ કારણ હજુ સુધી જાણી શકાયુ નથી. જોકે, સુત્રોનુ કહેવુ છે કે મનિષા યાદવનુ નિધન બ્રેઇન હેમરેજના કારણે થયુ છે.  

Continues below advertisement

મનિષા યાદવના કૉ-સ્ટાર પરિધિ શર્માએ આ દુઃખદ ખબરને કન્ફોર્મ કરી છે. પરિધિ શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટૉરી પર મનિષા યાદવની તસવીર શેર કરીને લખ્યુ- આ સમાચાર દિલ તોડનારા છે, આરપીઆઇ મનિષા યાદવ....

પરિધિ શર્માએ ઇ-ટાઇમ્સ સાથે વાત કરતા કહ્યું- અમારા શૉને ઓફએર થઇ ગયા બાદ હું સતત તેના સંપર્કમાં હતી. પરંતુ અમારા લોકોનુ એક વૉટ્સએપ ગૃપ છે, જેનુ નામ મુગલ અને આ ગૃપમાં તે તમામ હીરોઇનો છે જે શૉમાં બેગમ હતી. આ ગૃપ મારફતે અમે લોકો એકબીજાના સંપર્કમાં રહેતા હતા, અને જો કોઇને પોતાની સાથે જોડાયેલી જરૂરી વાત શેર કરવી હોય તો આ ગૃપમાં કરતા હતા. કાલે મને આ ગૃપ દ્વારા આ સમાચાર જાણવા મળ્યા અને હું શૉક્ડ થઇ ગઇ. મનિષા યાદવના કૉ-સ્ટાર પરિધિ શર્માએ આ દુઃખદ ખબરને કન્ફોર્મ કરી છે. પરિધિ શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટૉરી પર મનિષા યાદવની તસવીર શેર કરી, મનિષા યાદવનુ નિધન બ્રેઇન હેમરેજના કારણે થયુ છે.

મનિષા યાદવે ગયા જુલાઇમાં પોતાના દીકરાનો પહેલો જન્મદિવસ મનાવ્યો હતો. તેનો પોતાના ટ્વીટર હેન્ડલ પર બર્થડે સેલિબ્રેશનની તસવીરો શેર કરી હતી, મનિષા યાદવે લખ્યું-  પહેલો બર્થડે મુબારક હો મેરે બચ્ચે.... તુ મારી જિંદગીમાં કઠીન સમયમાં એક રોશનીની જેમ છો, હું તમારી મમ્મી થવા પર ધન્ય અનુભવુ છું. હું તને ખુબ પ્રેમ કરુ છું, વળી, મનિષા યાદવે બર્થડે સેલિબ્રેશન બીજુ પણ એક ટ્વીટ કર્યુ હતુ. 


Continues below advertisement
Sponsored Links by Taboola