Navjot Singh Sidhu inspires memes on social media: નવજોત સિંહ સિદ્ધૂએ થોડાક સમય પહેલા જ ‘ધ કપિલ શર્મા શૉ’ છોડી દીધો હતો, કેમ કે તેમને પોતાની પૉલિટિકલ કેરિયર પર ધ્યાન આપવુ હતુ.  આ પછી સિદ્ધૂ પંજાબ પૉલિટિક્સમાં ખુબ એક્ટિવ છે. જોકે, મંગળવારે સિદ્ધૂએ પંજાબ કોંગ્રેસના અધ્યાક્ષ પદ પરથી રાજીનામુ આપી દીધુ. આ વાતને આધાર બનાવીને અને એક્ટ્રેસ અર્ચના પૂરન સિંહ માટે આ ઘટનાની જેમ પ્રેઝનન્ટ કરતા લોકોએ સોશ્યલ મીડિયા પર ખુબ મીમ્સ બનાવ્યા છે. 




સિદ્ધૂના રાજીનામાના થોડાક સમય બાદ અર્ચના થઇ ટ્રેન્ડિંગ-
સિદ્ધૂએ રાજીનામુ આપતા સ્પષ્ટ કરી દીધુ કે તે પદ પર નહીં રહે, પરંતુ પાર્ટી સાથે જોડાયેલો રહેશે. નવજોત સિંહ સિદ્ધૂએ રાજીનામાની જાહેરાત પોતાના ટ્વીટર હેન્ડલથી કરી. તેની આ જાહેરાતના થોડાક કલાકો બાદ જ અર્ચના પૂરન સિંહ ટ્વીટર પર છવાઇ ગઇ. દરેક જગ્યાએ તેનુ જ નામ અને તેના જ મીમ્સ દેખાવવા લાગ્યા. 



કોઇએ કહ્યું કે સિદ્ધૂના રાજીનામા બાદ સૌથી પહેલા અપસેટ અર્ચના છે. તો કોઇએ કહ્યું કે, હવે તેની કેરિયર સંકટમાં છે. આ રીતના ઘણાબધા મજેદાર મીમ્સ અર્ચનાની ઉપર બનવા લાગ્યા હતા અને હવે અર્ચનાને પણ ધ કપિલ શર્મા શૉમાંથી બહાર થવુ પડી શકે. 



પહેલા પણ બની ચૂકી છે આવી ઘટના- 
આ શૉનો જજ કૌણ બનશે આ વાતને લઇને પણ એવા કિસ્સા પહેલા પણ આવી ચૂક્યા છે. અર્ચનાએ એકવાર બતાવ્યુ હતુ કે કઇ રીતે સિદ્ધૂને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ તેમના ઘરે ફૂલ અને ગુલદસ્તા આવતા હતા અને આ વાતની શુભેચ્છાઓ સાથે હવે તે આરામથી જજ બની રહે, સિદ્ધૂ ગયો. 


આ રીતે સિદ્ધૂના રાજીનામાથી લોકો મજાકના મૂડમાં અર્ચનાને કહી રહ્યાં છે કે હવે તેમની જજની ખુરશી ખતરામાં છે, કેમ કે સિદ્ધૂ ત્યાંથી રાજીનામુ આપીને અહીં ના આવી જાય.