Kaun Banega Crorepati 14 Promo: ક્વિઝ શો 'કૌન બનેગા કરોડપતિ 14'માં દેશના ખુણે-ખુણેથી લોકો આવે છે. વૃદ્ધ હોય કે યુવાન દરેક વ્યક્તિને કેબીસીમાં પુરતું સમ્માન મળે છે અને સમાન તક મળે છે. શોના હોસ્ટ અમિતાભ બચ્ચન પણ બધા સ્પર્ધકો સાથે ભળી જાય છે અને તેમને સારું વાતાવરણ પુરુ પાડે છે. બચ્ચન આ શોમાં સ્પર્ધકો સાથે એ રીતે કામ કરે છે કે, તેમને જોઈને લાગે નહી કે તેઓ સુપરસ્ટાર છે. બિગબીનો અંદાજ કંઈક એવો છે કે, જેનાથી તેઓ કોઈને પણ સામાન્ય અનુભવ કરાવા માટે સફળ થાય છે. શોના લેટેસ્ટ એપિસોડમાં ફરીથી બિગ બી કંઈક આવા જ અવતારમાં જોવા મળી રહ્યા છે.


કેબીસી 14નો લેટેસ્ટ પ્રમોઃ


કૌન બનેગા કરોડપતિના આવનારા એપિસોડમાં ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટના સૌથી પ્રથમ જવાબ આપનાર રજની મિશ્રા છે. શોના પ્રોમોને સોની ટીવીના ઈંસ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો છે. જેમાં અમિતાભ બચ્ચન રજની મિશ્રાને હોટસીટ પર બેસાડવા માટે સ્વાગત કરતા દેખાય છે. આ દરમિયાન રજની મિશ્રા ભાવુક થઈ જાય છે અને તે સતત રડવા લાગે છે. જો કે, આ દરમિયાન બચ્ચન રજની મિશ્રાને આંસુ લુછવા માટે ટિશ્યુ પેપર આપવા હાજર થઈ જાય છે અને રજની મિશ્રાની સામે ઝુકીને ઉભા રહે છે. અમિતાભની આ રીત જોઈને શોના હાજર દર્શકો હસી પડ્યા હતા. 






આ પણ વાંચોઃ


Urvashi Rautela Angry: ઉર્વશીને જોઈ લોકોએ ઋષભ પંતના નારા લગાવ્યા, ઉર્વશીએ આપી આ વોર્નિંગ..