KBC Entry As An Audience: કેબીસી એટલે કે કૌન બનેગા કરોડપતિ એ ભારતનો સૌથી લોકપ્રિય રિયાલિટી ટીવી શો છે. તેને બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હોસ્ટ કરી રહ્યા છે. વર્ષ 2000માં પ્રથમ વખત કેબીસી શો ટેલિવિઝન પર ટેલિકાસ્ટ થયો હતો. તો આ વર્ષે એટલે કે 2024માં કૌન બનેગા કરોડપતિની 16મી સીઝન ચાલી રહી છે. ઘણા લોકો KBCમાં ભાગ લેવા ઈચ્છે છે.
પરંતુ સ્પર્ધક તરીકે થોડા જ લોકોની આ ઈચ્છા પૂરી થાય છે. તેથી ઘણા લોકો KBCમાં માત્ર દર્શક તરીકે જોડાવા માંગે છે. પરંતુ તેઓ જાણતા નથી કે આ માટેની પ્રક્રિયા શું છે અને આ માટે કોઈ ફી ચૂકવવી પડશે કે કેમ. ચાલો તમને જણાવીએ કે તમે કૌન બનેગા કરોડપતિની ઓડિયન્સ ગેલેરીમાં કેવી રીતે બેસી શકો છો.
કોઈ નિશ્ચિત નિયમ નથી
જો તમને લાગે છે કે કેબીસીમાં જવાની કોઈ પ્રક્રિયા છે, તો અમે તમને જણાવી દઈએ કે એવું નથી. કેબીસીમાં દર્શકો લાવવાની કોઈ પ્રક્રિયા નથી. લગભગ 80 થી 100 દર્શકો તેમાં હાજર હોય છે, જેમાંથી મોટાભાગના શોમાં ભાગ લેનારા 10 સ્પર્ધકોના પરિવારના સભ્યો અથવા મિત્રો હોય છે. આ લોકો સિવાય અન્ય કોઈને પણ શોમાં એન્ટ્રી મળવી ખૂબ જ મુશ્કેલ છે કારણ કે દર્શકો માટે એટલી જગ્યા નથી હોતી. એટલા માટે જો તમે ઈચ્છો તો KBC શોમાં દર્શક તરીકે ભાગ લઈ શકો, તો આ માટે જરૂરી એ છે કે, તમારો કોઈ મિત્ર કે પરિવારના સભ્ય શોમાં સ્પર્ધકો તરીકે પહોંચી શકે અથવા કોઈ સ્પર્ધક સાથે વાતી કરે.
પેડ ઓડિયન્સ નથી હોતી
ભલે કૌન બનેગા કરોડપતિ રિયાલિટી શો છે. પરંતુ પેઇડ ઓડિયન્સને આમાં સ્થાન મળતું નથી. આનો નિર્ણય શોની પ્રોડક્શન ટીમ જ લે છે. આ વખતે દર્શક તરીકે કોણ હાજર રહેશે? તમને જણાવી દઈએ કે, જો કોઈ તમારો જાણીતો વ્યક્તિ આ શોની પ્રોડક્શન ટીમનો ભાગ છે તો તમે દર્શક તરીકે કૌન બનેગા કરોડપતિ સાથે જોડાઈ શકો છો. જો કે, આ માટે પણ કોઈ ગેરંટી નથી.
અમે તમને કહ્યું તેમ, આ માટે કોઈ પ્રક્રિયા નથી અને કોઈને પૈસા આપીને પણ બોલાવવામાં આવતા નથી. આ કારણોસર, કોઈપણ માટે કેબીસીમાં પ્રવેશવું ખૂબ મુશ્કેલ છે. પરંતુ જો તમે ઇચ્છો તો, તમે KBC શોમાં દર્શક તરીકે જોડાવા માટે ચેનલને મેઇલ કરી શકો છો. જો ચેનલ તમારી વિનંતી સ્વીકારે છે તો તમે શોમાં જઈ શકો છો.
આ પણ વાંચો....