KBC-12:સિઝન હવે બહુ જલ્દી પૂર્ણ થનાર છે. કેબીસી-12ની સિઝનને ઓડિયન્સ ખૂબ પસંદ કરી રહ્યાં છે. આ શો દ્રારા અત્યાર સુધીમાં કેટલાક લોકો કરોડપતિ અને લાખોપતિ બની ગયા છે. આ રકમ જીતનાર કન્ટેસ્ટન્ટ અને તેના પરિવાર પણ ખૂબ જ ખુશ છે પરંતુ એક મહિલા એવી છે. જેની 50 લાખ જિત્યા બાદ મુશ્કેલી વધી ગઇ. વિજેતા કન્ટેસ્ટન્ટની પરણિત બહેન પણ આ મુશ્કેલીનો ભોગ બની છે. સમગ્ર મુશ્કેલી વિજેતા કન્ટેસ્ટન્ટના જીજાજીના કારણે સર્જાઇ છે

કેબીસીમાં 50 લાખ જીતતા તેમના જીજાજીએ તેમની બહેનને ત્રાસ આપવાનું શરૂ કરી દીધું છે. સાળી 50 લાખ રૂપિયા જીતતા, તેમના જીજાજી સતત તેમની પત્ની પાસે દહેજની ડિમાન્ડ કરી રહ્યો છે. દહેજ માટે માનસિક ત્રાસ વધી જતા આખરે લખનઉ એશબાગ મહિલા પોલીસ સ્ટેશનમા પીડિત મહિલાએ પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે

પતિ, સાસુ, સસરા, દ્રારા દહેજની ડિમાન્ડ

લખનઉ મહિલા પોલીસ સ્ટેશનમાં ઘરેલુ હિંસા હેઠળ ફરિયાદ નોંધાઇ છે. કન્ટેસ્ટન્ટ મહિલાની બહેનના લગ્ન માર્ચ 2016માં લખનઉના નિશાતપુરામાં રહેતા સૈયદ નાસિર સાથે થયા હતા. તેમને આ લગ્નથી એક ચાર વર્ષનો દીકરો પણ છે. મહિલાએ કેબીસી શોમાં 50 લાખ જિત્ચા, તેવી વિગત મળતા તેમના જીજાજીએ  તેમની પત્ની પર દહેજ માટે દબાણ કરવાનું શરૂ કર્યું,

દહેજ સંબંધિત એક્ટ હેઠળ ફરિયાદ

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ કેન્ટેસ્ટન્ટ મહિલાએ અન તેના પરિવારે દહેજની ડિમાન્ડ પૂરી ન કરતા. પતિ, સાસુ, સહિતના પરિવારના સભ્યોએ કન્ટેસ્ટન્ટની બહેનને પરેશાન કરવાનું શરૂ કરી દીધું. અત્યાચારથી કંટાળીને આખરે પીડિત પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી  છે. પોલીસે ઘરેલું હિંસા, દહેજના ગુના હેઠળ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.