નવી દિલ્હીઃ કેબીસી -12 (કૌન બનેગા કરોડપતિ) સિઝન માટે રજિસ્ટ્રેશન શરૂ થઇ ચૂક્યુ છે, અને આ જૂલાઇના અંત સુધી ચાલશે. કેબીસીની 12મી સિઝનને પણ અમિતાભ બચ્ચન હૉસ્ટ કરશે, અને આનો ફર્સ્ટ પ્રૉમો પણ રિલીઝ કરી દેવામાં આવ્યો છે, જેન જલસામાં શૂટ કરવામાં આવ્યો હતો.


પહેલીવાર આ શૉ પુરેપુરો ડિજીટલ થવાનો છે. રજિસ્ટ્રેશનથી લઇને સબમિશન, ઓડિશન અને સિલેક્શન, કેબીસી 12માં બધુ વર્ચ્યૂઅલ થવાનુ છે. અહીં અમે તમને બતાવી રહ્યાં છીએ કે ઓડિયન્સ માટે સ્ટેપ-બાય-સ્ટેપ કઇ રીતે કામ થશે.



કેબીસી 12 માટે રજિસ્ટ્રેશન
શૉ માટે અમિતાભે પહેલા સવાલ પુછ્યો હતો, 'કોરોના વાયરસ 2019 કે કૉવિડ-19નો પહેલો કેસ ચીનમાં ક્યાંથી મળ્યો હતો?' અમિતાભ બચ્ચન સોની ટીવી પર 22 મે સુધી દરરોજ રાત્રે આવશે, અને રજિસ્ટ્રેશન પ્રશ્ન પુછશે. દર્શક આ પ્રશ્નનો જવાબ એસએમએસ કે પછી સોનીલિવ એપ દ્વારા આપી શકે છે. એક રેન્ડમાઇઝર સાચો જવાબ આપનારા કેટલાક સ્પર્ધકોને શોર્ટલિસ્ટ કરશે, અને સિલેક્શન માટે આગળના તબક્કા માટે જાણ કરવામાં આવશે.



કેબીસી 12 માટે ઓડિશન
શોર્ટ-લિસ્ટેડ સ્પર્ધકોને ડિજીટલ રીતે ઓડિશન માટે કહેવામાં આવશે અને સોનીલિવ એપના માધ્યમથી એક જનરલ નૉલેજ પરીક્ષાને ઓનલાઇન ક્લિયર કરવાનુ કહેવામાં આવશે. તેમને ટેસ્ટની સાથે એક વીડિયો પણ જમા કરાવવો પડશે.

કેબીસી માટે પર્સનલ ઇન્ટરવ્યૂ
રજિસ્ટ્રેશન, ઓડિશન અને વીડિયો પ્રસ્તુત કર્યા બાદ, અંતિમ તબક્કો પર્સનલ ઇન્ટરવ્યૂનો છે. આ ઇન્ટરવ્યૂ વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી આયોજિત કરવામાં આવશે, ત્યારબાદ અંતિમ સ્પર્ધકોનુ એક લિસ્ટ જાહેર કરવામાં આવશે, અને જેમની પાસે 'ફાસ્ટેસ્ટ ફિંગર્સ ફર્સ્ટ' રમવાનો મોકો હશે, તેઓને જાણ કરવામાં આવશે.