Atul Kapoor Bigg Boss Fees: 'બિગ બોસ ચાહતે હૈ...', તમે આ અવાજથી સંપૂર્ણપણે પરિચિત હશો. આ એ જ અવાજ છે જેનાથી સલમાન ખાનના પોપ્યુલર શો 'બિગ બોસ'ના ઘરમાં બંધ સ્પર્ધકો ધ્રૂજતા અને દરેક આદેશનું પાલન કરતા જોવા મળે છે. ભલે સલમાન ખાન તેને હોસ્ટ કરે, પરંતુ વાસ્તવમાં બિગ બોસના દરેક નિર્ણયનું સન્માન કરવામાં આવે છે. જો તમે નથી જાણતા કે બિગ બોસમાં અવાજ આપનાર વ્યક્તિ કોણ છે, તો કોઈ વાંધો નથી, કારણ કે આજે અમે તમને 'અસલી બિગ બોસ'નો પરિચય પણ કરાવીશું અને તેની સેલરી વિશે પણ જણાવીશું.
કોણ છે અસલી બિગ બોસ?
બિગ બોસના ઘરમાં, જેનો બુલંદ અવાજ આખા પરિવારને ડરાવે છે અને તેમના આદેશનું પાલન કરે છે, તે અતુલ કપૂરનો અવાજ છે. અતુલ વ્યવસાયે વોઈસઓવર આર્ટીસ્ટ છે, જેણે ઘણી વિદેશી અને હિન્દી ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો છે. તે 2006થી બિગ બોસ સાથે જોડાયેલો છે. તેણે હોલિવુડની સુપરહિટ ફિલ્મો 'આયર્ન મેન'ની ત્રણેય સિરીઝ અને 'એવેન્જર્સ' જેવી ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો છે. આ સાથે તેણે કેટલાક કાર્ટૂન શોમાં પણ પોતાના અવાજનો જાદુ ચલાવ્યો હતો. ભલે તેનો ચહેરો લોકપ્રિય નથી, પરંતુ દરેક વ્યક્તિ તેના અવાજથી પરિચિત છે.
લાખો રુપિયા ચાર્જ કરે છે અતુલ કપૂરઃ
જ્યારે પણ બિગ બોસ શરૂ થાય છે ત્યારે સલમાન ખાન અને તમામ સ્પર્ધકોની ફી અંગે અટકળો લગાવવામાં આવે છે. તમે જાણો છો કે, સલમાન ખાન બિગ બોસને હોસ્ટ કરવા માટે કેટલા પૈસા લે છે, પરંતુ ભાગ્યે જ તમે જાણતા હશો કે બિગ બોસનો અવાજ આપનાર અતુલ કપૂરની સેલેરી પણ ઓછી નથી. રિપોર્ટ્સ અનુસાર, તે દરેક સીઝન માટે લગભગ 50 લાખ રૂપિયા ચાર્જ કરે છે.
બિગ બોસ 16માં સ્પર્ધકો સાથે સખ્તાઈઃ
બિગ બોસની 16મી સિઝન 1 ઓક્ટોબર 2022થી શરૂ થઈ છે. ખાસ વાત એ છે કે, આ વખતે બિગ બોસ સ્પર્ધકો પ્રત્યે ખૂબ જ કડક છે અને તેમની ભૂલની તેમને તરત જ સજા પણ આપે છે. બિગ બોસની નજર 24 કલાક તમામ સ્પર્ધકો પર રહે છે. આવી સ્થિતિમાં, જ્યારે કોઈપણ સ્પર્ધક ભૂલ કરે છે, ત્યારે બિગ બોસ તરત જ તેને સજા કરે છે.