મુંબઇઃ જાણીતા ટીવી શૉ નાગિનમાં દેખાઇ ચૂકેલી એક્ટ્રેસ આરઝૂ ગોવિત્રિકરે પોતાના પતિ વિરુદ્ધ તલાકનો કેસ નોંધાવ્યો છે. એક્ટ્રેસ હવે પોતાના પતિ સિદ્ધાર્થ સબરવાલની સાથે નથી રહેવા માંગતી. વર્ષ 2019ના માર્ચ મહિનામાં આરઝૂ ગોવિત્રિકરએ પોલીસ સ્ટેશનમાં સિદ્વાર્થ વિરુદ્ધ દારુનો નશો કરીને મારઝૂડ કરવાનો આરોપ લગાવીને એફઆઇઆર નોંધાવી હતી. એક્ટ્રેસે બતાવ્યુ હતુ કે તેના પતિએ બાથરૂમમાં લઇ જઇને તેની સાથે મારઝૂડ કરી હતી. વળી, બે વર્ષ બાદ આરઝૂ ગોવિત્રિકરેા ઘટનાને લઇને વાત કરી છે. 


એક ઇન્ટરવ્યૂ દરમિયાન આરઝૂ ગોવિત્રિકરે જણાવ્યુ કે- એ સાચુ છે કે હું મારા પતિની સાથે તલાક લેવા જઇ રહી છું. હવે થાકી ચૂકી છુ. હવે હું પાછળ નથી હટવાની, મેં આ સંબંધનો સાચવી રાખવાનો પુરેપુરો પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળ રહી. મે ક્યારેય પણ મીડિયા સાથે આ વિશે વાત નથી કરી. બે વર્ષ બાદ આજે આના વિશે બોલી રહી છું. તે આદમીએ મને ગરદન પકડીને ઢસેડી હતી, તેને મને બહુજ મારી હતી. 


આરઝૂ ગોવિત્રિકરે આગળ બતાવ્યુ- તેને મને તેના ફ્લેટમાંથી પણ બહાર કાઢી મુકી હતી. તે આદમીએ મારા પેટ પર લાત મારી હતી. તેને બેલ્ટથી મારા માર્યો હતો. હું નથી ઇચ્છતી કે મને કોઇ એવી હાલતમાં જુએ. તે મને ગંદી ગાળો આપતો હતો, તે ઇચ્છતો હતો કે હું તેના ઘરે નોકરાની બનીને રહુ.



વર્ષ 2019માં પતિ વિરુદ્ધ નોંધાવ્યો હતો કેસ- 
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં એક્ટ્રેસે સિદ્ધાર્થ વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ નોંધાવ્યો હતો. તેને પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે તેના પતિએ તેને દારુના નશામા માર મારી હતી. તે એક્ટ્રેસ અને મૉડલ અદિતિ ગોવિત્રિકરની બહેન છે. તેને સિદ્ધાર્થ વિરુદ્ધ કેટલાય સબૂતો પણ પોલીસને સોંપ્યા છે. એક્ટ્રેસે બતાવ્યુ હતુ કે તેના પતિએ બાથરૂમમાં લઇ જઇને તેની સાથે મારઝૂડ કરી હતી. વળી, બે વર્ષ બાદ આરઝૂ ગોવિત્રિકરેા ઘટનાને લઇને વાત કરી છે.