ટેલિવૂડ:સીરિયલ ‘મે આઇ કમ ઇન’માં સંજના મેડમ બનીને દર્શકોની દિલ જીતનાર નેહા ટીવી પરદા પર ભાભી જી ઘર પે હૈ સિરિયલથી કમ બેક કરી રહી છે. નેહા પેન્ડસે સિરિયલ “ભાભી જી ઘર પે હૈ”માં ગૌરી મેમની ભૂમિકામાં જોવા મળશે. મીડિયા સાથે વાત કરતા તેમણે આ શો અંગેની કેટલી વાતો શરે કરી હતી. તો આવો જાણીએ ગૌરી મેમનો કિરદાર ભજવનાર કોણ છે નેહા પેન્ડસે અને તેને આ ઓફર શા માટે સ્વીકારી

મારી પસંદગીનો રોલ

મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, તે આ સિરિયલની ફેન છું . આટલું સારી સ્ટોરી અને કોમેડી હવે બહું ઓછી લખાય છે. જેથી આ શોમાં કામ કરવા માટે ઉત્સાહી છું”  તેમણે ઇન્ટરવ્યું દરમિયાન જણાવ્યું કે, પ્રોડ્યુસર બેનિફર કોહલીએ આ રોલ માટે. થોડા મહિના પહેલા માટે નેહાને ઓફર કરાઇ હતી પરંતુ તેમણે  તે સમયે આ ચેલેન્જિંગ ઓફરને સ્વીકારી ન હતી.

નેહાએ પહેલા શા માટે રોલ માટે કર્યો હતો ઇન્કાર?

નેહા પેન્ડસેએ મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેમને આ રોલ માટે પહેલા પણ ઓફર મળી હતી. પરંતુ તે સમયે તે  આ રોલ અદા કરવા માટે કમ્ફર્ટ ન હોવાથી ઇન્કાર કર્યો હતો.

આ ગૌરી મેમની ભૂમિકા માટે થોડા મહિલા પહેલા જ્યારે તેમને ઓફર કરાઇ હતી ત્યારે તેમણે આ રોલ માટે ખાસ કોઇ રસ ન હતો દાખવ્યો. આ સમયે કોરોના કેસ વધી રહ્યાં હતા. તેથી નેહાને આ સમયે ઓફર સ્વીકારીને કામ કરવું પરિવાર માટે પણ જોખમભર્યં લાગતું હતું. તેથી તેમણે આ  ઓફર માટે ઇન્કાર કર્યાં હતો. જો કે નવા વર્ષમાં હવે ધીરે ધીરે બધું જ પૂર્વવત થઇ રહ્યું છે. તો તેમણે 2021માં આ ઓફરને સ્વીકારી અને તે આ ભૂમિકા કરવા માટે ખૂબ એક્સાઇટેડ પણ જોવા મળી હતી.

સિરિયલના એક્ટ્રેસ અને પ્રોડ્યુસર સાથે સારૂ બોન્ડિંગ

કોમેડી લોકપ્રિય ટીવી સિરિયલ “ભાભી જી ઘર પે હૈ”ના પ્રોડ્યૂસર બેનિફર કોહલી સાથે નેહા આ પહેલા પણ કામ કરી ચૂકી છે. તેમણે મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું કે, પ્રોડ્યૂસર સાથે તેમનું સારૂ બોન્ડિંગ છે. તેમની સાથે કામ કર્યાને ઘણો સમય વિતી ગયો પરંતુ અમે એકબીજીના ટચમાં હતા. અમારૂ કામને લઇને સારૂ બોન્ડિંગ હોવાથી અમે એક બીજાસાથે કામ કરવામાં વધુ કમ્ફર્ટ ફીલ થાય છે. તેમણે જણાવ્યું હતું કે, તેમને બહુ કેઝ્યુઅલી મને ઓફર કરતા જણાન્યું હતું કે, “ભાભી જી ઘર પે હૈ” અને ગૌરી મેમના રોલ વિષે તું શુ વિચારે છે? આ સમયે મેં જણાવ્યું હતું કે, આ ખરેખર ખૂબજ સારો શો છે. જે પણ સૌમ્યાને રિપ્લેસ કરશે  તે ખૂબ જ સેન્સિબલ હશે. તેનું કેરેક્ટર ખરેખર આઇકોનિક છે. અમારી આ વાતચીત બાદ અફવા શરૂ થઇ ગઇ હતી.

કોણ છે નેહા પેન્ડસે ?

નેહા પેન્ડસે ટીવી શો અને મરાઠી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. નેહા પેન્ડસે, ટીવી શો, પડોસન, હસરતે, મેં આઇ કમ ઇન મેડમ, કિચન ચેમ્પિયન-5 ફાઇવ, મીઠી મીઠી બાતે સહિતના કેટલાટ શોમાં કામ કરી ચૂકી છે. આ સિવાય પ્યાર કોઇ ખેલ નહીં,દિવાને,  દેવદાસની ફિલ્મમાં સહિત કેટવી ફિલ્મમાં  કામ કરી ચૂકી છે. મેરેજ પછી આ શોથી ટિલિવૂડમાં તે ફરીથી કમબેક કરશે.