એક કહેવત છે કે, જો  ઇચ્છાશક્તિ પ્રબળ હોય તો હિમાલય પણ નડતો નથી આ વિધાનને મુંબઇની ડોક્ટર નેહા શાહે ચરિતાર્થ કર્યું છે.  છેલ્લા 20 વર્ષથી  ‘કોન બનેગા કરોડપતિ’માં જવાનું સપનુ જોનાર ઘાટકોપરની ડોક્ટર નેહા શાહ આ આ વર્ષ હોટ સીટ પર પહોંચવાની સાથે એક કરોડ રૂપિયાની ભારે ભરખમ રકમ જીતીને આ સિઝનની ચોથી મહિલા કરોડપતિ બની ગઇ છે. મહામારીમાં કોરોનાના દર્દીની ખડેપગે સેવા કરનાર નેહા શાહે આ જીતનો શ્રેય પણ દર્દીની દુવાને આપ્યો છે.


દર્દીઓની દુવા રંગ લાવી

નેહાના પરિવારમાં તેમના પિતા અને ભાઇ પણ ડોક્ટર છે. મહામારીના સમયમાં તેમનો આખો પરિવાર ડર્યા વિના કોવિડ-19ના દર્દીની સેવામાં રાત દિવસ ખૂંપી ગયો હતો. નેહાએ શો દરમિયાન જણાવ્યું કે,. “તેમના પિતા 88 વર્ષના છે, આ ઉંમરે તેમને કોવિડ-19માં કામ કરતા જોઇને મને ડર લાગતો હતો પરંતુ તેમણે એક પણ દિવસ ક્લિનિક બંધ નથી રાખ્યું. તે ખુદ ક્લિનિક આવતા હતા અને દર્દીઓની સેવા કરતા હતા”  એક કરોડની રકમ જીતનાર ડો. નેહા શાહે આ સફળતાનું શ્રેય દર્દીની દુવાને આપ્યું હતું.

મિત્ર જેવા લાગે છે બિગ બી

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે સ્ટેજ શેર કરવો અનુભવ શેર કરતા નેહાએ જણાવ્યું કે, “ સર એટલી સારી રીતે ટ્રીટ કરે છે કે એવું મહેસૂસ થાય છે કે, તે આપણા મિત્ર છે. હું તેમની સાથે ખૂબ ફલર્ટ કરતી હતી રમૂજ કરતી હતી પરંતુ  તે નારાજ નથી થયા. તેમને મળીને એવું લાગે તે આપણા જ પરિવારના સભ્ય છે.ગેઇમ શરૂ કરતા પહેલા તે પરિવાર વિશે અને કન્ટેસ્ટન્ટ વિશે પૂછે છે. જેનાથી સ્ટ્રેસ થોડુ હળવું થાય છે અને રિલેક્સ ફીલ થાય છે.