Nikki Tamboli Photos: 'બિગ બૉસ' ફેમ નિક્કી તંબોલી ફરી એકવાર લેટેસ્ટ તસવીરોના કારણે ચર્ચામાં છે. હાલમાં એક્ટ્રેસ તમામ મ્યૂઝિક વીડિયો અને રિયાલિટી શૉમાં દેખાઇ રહી છે, હવે આ બધાની વચ્ચે તેને એક ખાસ ફોટોશૂટ કરાવ્યુ છે, જેની તસવીરો વાયરલ થઇ છે. દક્ષિણ ફિલ્મોની પૉપ્યૂલર નિક્કી તંબોલી (Nikki Tamboli) સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને તેને તાજેતરમાં પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરી છે. 

Continues below advertisement


શેર કરેલી આ તસવીરોમાં એક્ટ્રેસ નિક્કી તંબોલીએ ક્રૉપ ટૉપની સાથે ડેનિમ જીન્સ પહેરીને પૉઝ આપ્યા છે. આ તસવીરોના ફેન્સ પણ દિવાના થઇ ગયા છે. આમાં એક્ટ્રેસ પોતાની ટૉન્ડ બૉડી ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે. એક્ટ્રેસ નિક્કી તંબોલીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક નવી તસવીરો શેર કરીને ફરીથી તહેલકો મચાવી દીધો છે. જેમાં તેનો એકદમ સુંદર અને ગ્લેમરસ લૂક જોવા મળી રહ્યો છે. 






નિક્કી તંબોલીએ પોતાની અસલી ઓળખ સલમાન ખાનના શૉ બિગ બૉસ 14થી હાંસલ કરી છે. આ ઉપરાંત નિક્કી તંબોલી કેટલીય સાઉથ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.






'બિગ બોસ' પછી તેના ફેન્સની યાદી ઘણી લાંબી થઈ ગઈ છે. 'બિગ બોસ' સિવાય નિક્કી તંબોલી 'ખતરો કે ખિલાડી'માં પણ જોવા મળી છે. ટૂંક સમયમાં તે 'ઝલક દિખલા જા'માં પણ સ્પર્ધક તરીકે જોવા મળશે.