નવી દિલ્હીઃ 1987માં પ્રસારિત થયેલી રામાનંદ સાગરની રામાયણ લોકડાઉનના કારણે દૂરદર્શન પર ફરીથી ટેલિકાસ્ટ કરવામાં આવી રહી છે. વર્ષો અગાઉ પણ દર્શકોની પસંદ બનેલી રામાયણે લોકડાઉનના સમયમાં પણ ટીઆરપીના રેકોર્ડ બનાવ્યો છે.



પ્રેસ ઇન્ફોમેશન બ્યૂરો (પીઆઇબી)એ એક ટ્વિટમાં જણાવ્યુ કે, બાર્ક રેટિંગમાં રામાયણના રિપીટ શોએ બાજી મારી છે. પીઆઇબીએ ટ્વિટમાં લખ્યું કે, બાર્ક અનુસાર દૂરદર્શન પર રામાયણના રિ ટેલિકાસ્ટ હિંદી GEC (જનરલ એન્ટરટેઇમેન્ટ ચેનલ) શો કેટેગરીમાં 2015  બાદથી અત્યાર સુધી હાઇએસ્ટ રેટિંગ મેળવ્યું છે.

પ્રસાર ભારતીના સીઇઓ શશિ શેખરે પણ આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, 2015માં જ્યારથી બાર્કએ ટીવી ઓડિયન્સ મેજરમેન્ટ શરૂ કર્યું ત્યારથી રામાયણના કારણે દૂરદર્શને પણ રેકોર્ડ બનાવ્યો છે. જેથી સ્પષ્ટ છે કે કોરોનાના જંગ દરમિયાન લોકો રામાયણ દેખવાનું પસંદ કરી રહ્યા છે.

નોંધનીય છે કે લોકડાઉન દરમિયાન અનેક જૂના શો રી ટેલિકાસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં રામાયણ, મહાભારત, દેખ ભાઇ દેખ, ચાણક્ય, શક્તિમાન, સર્કસ, બુનિયાદ, બ્યોમકેશ બખ્શી, શ્રીમાન શ્રીમતિ સામેલ છે.