વર્ષો બાદ દૂરદર્શન પર વાપસી કરેલી લોકપ્રિયા સીરિયલ રામાયણને ફરીથી પણ દર્શકોને એટલો જ પ્રેમ જે પહેલા મળ્યો હતો, ખાસ વાત છે કે, ટીઆરપીના મામલે દુરદર્શનને રામાયણે ટૉપ પર પહોંચાડી દીધા. રામાયણમાં રામ એટલે કે અરુણ ગોવિલ, સીતા એટલે કે દીપિકા ચિખલીયાના અભિનયને લોકોને ખુબ વખાણ્યા પણ સાથે સાથે હવે રાવણ બનેલા અરવિંદ ત્રિવેદીને પણ લોકો ખુબ પ્રેમ કરી રહ્યાં છે. સોશ્યલ મીડિયા પર #RavanOnTwitter ટ્રેન્ડ થયા બાદ અરવિંદ ત્રિવેદીએ ટ્વીટર પર ડેબ્યૂ કર્યુ હતુ.
ટ્વીટર પર ડેબ્યૂ કરતાં અરવિંદ ત્રિવેદીએ પોતાના પહેલા ટ્વીટમાં ખુલાસો કર્યો કે, તે પોતાના બાળકોની જીદ બાદ ટ્વીટર સાથે જોડાયા છે. ટ્વીટર પર તે પોતાના જુના દિવસો અને યાદોને તાજા કરી રહ્યાં છે, અને એક્ટિવ થઇને રામાયણમાંથી ઝલકો શેર કરી રહ્યાં છે.
આ પહેલા જ રામ અને સીતા એટલે કે અરુણ ગોવિલ અને દીપિકા ચીખલિયા ટ્વીટર પર આવી ચૂક્યા છે. રાવણના ડેબ્યૂથી ફેન્સમાં ઉત્સાહ વધ્યો છે. લોકોએ તેમના ડેબ્યૂનુ જબરદસ્ત સ્વાગત કર્યુ છે.