મુંબઇઃ સોની ટીવીના પૉપ્યૂલર ડાન્સ રિયાલિટી શૉ ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સિઝન 2ને પોતાનો નવો વિનર મળી ગયો છે. આ વખતે ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સિઝન 2નો તાજ મહારાષ્ટ્રની પૂણેમાં રહેનારી સૌમ્યા કામ્બલેના માથા પર સજ્યો છે. 


ઉલ્લેખનીય છે કે, ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સિઝન 2માં ગૌરવ સરવન, સોમ્યા કામ્બલે, જમરૂદ, રોજા રાણા, રક્તિમ ઠાકુરિયાને પાંચ ફાઇનાલિસ્ટ ડાન્સર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. જેમાંથી સૌમ્યા કામ્બલેને વિનર પસંદ કરવામાં આવી છે. વળી, કોરિયોગ્રાફર વર્તિકા ઝાને પણ સન્માનિત કરવામાં આવી છે. ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર 2’ના ગ્રાન્ડ ફિનાલેમાં મહારાષ્ટ્રની સૌમ્યા કાંબલેએ બાજી મારતા આ સીઝનની ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. 


કોણ કોણ રહ્યાં રનરઅપ
ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સિઝન 2 વિનર બની તો બેસ્ટ 5 ફાઇનાલિસ્ટમાંથી જયપુરના ગૌરવ સરવનને ફર્સ્ટ રનર અપ અને ઓરિસ્સાની રોજા રાણાને સેકન્ડ રનર અપ જાહેર કરવામાં આવ્યા છે. તો આસામના રક્તિમ તતૂરિયાને આ પ્રતિયોગીતામાં ચોથું સ્થાન મળ્યું છે તો જમરુથ પાંચમા નંબર પર રહ્યો. 






ટ્રૉફી સાથે શું શું મળ્યુ બીજુ
ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સિઝન 2ની ટ્રૉફી તો સૌમ્યા કામ્બલેના નામે રહી પરંતુ આ સાથે તેને બીજી મોંઘી ગિફ્ટો પણ મળી છે, સૌમ્યા કાંબલેને ટ્રોફી સિવાય એક કાર અને 15 લાખ રૂપિયાનો ચેક પણ મળ્યો છે. એટલું જ નહીં તેની કોરિયોગ્રાફર વર્તિકા ઝાને પણ 5 લાખ રૂપિયા મળ્યા છે. ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર 2’ને ટેરેન્સ લુઈસ, ગીતા કપૂર અને મલાઇકા અરોડાએ જજ કર્યો હતો. ગ્રાન્ડ ફિનાલેમાં મલાઇકા અરોડા જઈ શકી નહોતી. તેની જગ્યાએ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી નજરે પડી હતી અને ગેસ્ટ તરીકે રેપર બાદશાહ અને ગીતકાર મનોજ મુંતશિર શૉમાં સામેલ થયા હતા. શૉનો હૉસ્ટ મનીષ પોલ હતો. મનીષ પોલે પોતાની કૉમેડીથી આખી સીઝનમાં બધાનું ભરપૂર મનોરંજન કર્યું હતું. શૉના ફિનાલેમાં બોલિવુડ સિંગર મિકા સિંહ અને કોરિયોગ્રાફર ધર્મેશ સર પણ પહોંચ્યા હતા.