મુંબઇઃ કોરોના ફરી એકવાર ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી ચૂક્યો છે. એક પછી એક સ્ટાર કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે, હવે રિપોર્ટ છે કે ટીવીની દુનિયાની જાણીતી એક્ટ્રેસ હિના ખાન આખા ઘરમાં કોરોનાએ એન્ટ્રી કરી લીધી છે, તમામ ફેમિલી મેમ્બર કોરોનાના ઝપેટમાં આવી ગયા છે, આ વાત તેને ખુદ કરી છે. 


હાલમાં જ એક્ટ્રેસ હિના ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક નહીં પરંતુ ઘણી તસવીર શેર કરી છે જેમાં જોઈ શકાય છે કે માસ્કના નિશાન તેના મોઢા પર બની ગયા છે. તેની સાથે જ તે પોતાના દિલની વાત પોતાના ફેન્સ સાથે શેર કરે છે. હિના ખાને જણાવ્યું હતું કે તેનો આખો પરિવાર કોરોના વાયરસથી સંક્રમિત છે. હિના ખાનને લાગે છે કે, આ વખતની પરિસ્થિતિ અને વાસ્તવિકતા 2020થી વધારે કઠિન છે. ખાસ વાત છે કે કોરોનાની ત્રીજી લહેરથી હવે ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે. 


હિનાએ લખ્યું- આ માસ્ક પાછળ હું સેફ છું જેને હું 24 કલાક પહેરીને રાખું છું. તેની સાથે જ તે કહે છે કે જ્યારે આ રીતે મુશ્કેલ સમય હોય તો નિંજા યોદ્ધા બની જવું જોઈએ. અથવા તો ઓછામાં ઓછો પ્રયત્ન કરો અને આ પોસ્ટ તમને એ બતાવવા માટે છે કે પ્રયત્ન જ પૂરતો છે આવો આપણે બધા ફરીથી લડવાનો પ્રયત્ન કરીએ. નિશાન અને લડાઈના નિશાન સાથે.. એક યોદ્ધાની જેમ.. એ પણ વીતી જશે અને યાદ રહેશે જ્યારે જીવન તમને લીંબુ આપે છે તો લીંબુ પાણી બનાવો.






હિના ખાને એમ પણ જણાવ્યું કે આ તસવીર તેણે બાથરૂમમાં લીધી છે. ગયા વર્ષે હિના ખાન પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂકી હતી. આ દરમિયાન તેના પિતાનું પણ નિધન થઈ ગયું હતું. તેના પિતાનું હાર્ટ એટેકના કારણે નિધન થઈ ગયું હતું. ઘણા દિવસ સુધી પિતાના નિધનના દુઃખમાંથી હિના ખાન બહાર નીકળી શકી નહોતી પરંતુ એ સમયમાં પણ તેણે પોતાની માતાનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું હતું.