Devoleena Bhattacharjee: નાના પડદાની સંસ્કારી 'ગોપી વહૂ' ઉર્ફી દેવોલીના ભટાચાર્જી સોશ્યલ મીડિયા પર એકવાર ફરીથી પોતાની સિઝલિંગ તસવીરોથી આગ લગાવી રહી છે. ટીવી એક્ટ્રેસ દેવોલીના ભટાચાર્જી (Devoleena Bhattacharjee) એ ઇન્સ્ટાગ્રામ પર પોતાની બિકીની તસવીરો કરીને ઇન્ટરનેટનો પારો હાઇ કરી દીધો છે. ઓરેન્જ એન્ડ વ્હાઇટ મોનોકિનીમાં દેવોલીના ભટાચાર્જીનો આ સિઝલિંગ અવતાર ફેન્સને ઘાયલ કરનારો છે.


ઓરેન્જ એન્ડ વ્હાઇટ મોનોકિની પહેરીને પૂલમાં ઉતરેલી દેવોલીના ભટાચાર્જી ખુબ ગ્લેમરસ લાગી રહી છે. તેની નશીલી આંખો ફેન્સને ઘાયલ કરી શકે છે. દેવોલીના ભટાચાર્જીએ તસવીરો પહેલા સ્વીમિંગ પૂલમાં પોતાનો આ વીડિયો શેર કર્યો હતો. જેમાં તે હૉટ પૉઝ આપતી દેખાઇ હતી. તેની સુંદરતા જોઇને ફેન્સ કૉમેન્ટ અને લાઇક્સનો વરસાદ કરી રહ્યાં છે.




આ પહેલા પણ ટીવીની આ ગોપી વહૂ પોતાનો આવો બિકીની લૂક્સ  ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ચૂકી છે. પૂલમાં દેવોલીનાની સુંદરતા વધુ નિખરી જાય છે. દેવોલીના ભટાચાર્જી માત્ર હૉટ અવતારને જ નહીં પરંતુ સોશ્યલ મીડિયા પર પોતાના મેકઅપ લૂક પણ બતાવી ચૂકી છે. દરિયા કિનારે ક્લિક કરેલી આ સેલ્ફીમા તે એકદમ સેક્સી લાગી રહી છે. ટીવી શૉ સાથ નિભાના સાથિયામાં 'ગોપી વહૂ'નો રૉલ કરનારી દેવોલીના ભટાચાર્જીએ પોતાની સંસ્કારી વહૂની ઇમેજને તોડી નાંખી છે, તે હવે સૌથી સ્ટાઇલિશ અને ફેશનેબલ ટીવી એક્ટ્રેસમાં ગણાય છે.  




દેવોલીના ભટાચાર્જી ‘બિગ બૉસ’માં દેખાઇ ચૂકી છે અને આ શૉમાં તેને જબરદસ્ત પૉપ્યૂલારિટી મળી હતી. આ શૉ દરમિયાન વહૂમાંથી બેબ્સ કહેવવા લાગી હતી. સોશ્યલ મીડિયા દેવોલીના ભટાચાર્જીની ગ્લેમરસ તસવીરો ખુબ ચર્ચામાં રહે છે.