ટીવી ઇન્ડસ્ટ્રીઝમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ સુનીલ હોલકરનું 40 વર્ષની વયે નિધન થયું છે. સુનીલ હોલકર લિવર સિરોસિસની બીમારીથી પીડિત હતા. ટીવી શો સિવાય અભિનેતાએ હિન્દી અને મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
તારક મહેતાના અભિનેતાનું નિધન
40 વર્ષની ઉંમરે પ્રતિભાશાળી અભિનેતા સુનીલ હોલકરે દુનિયાને અલવિદા કહી દીધું. સુનીલ હોલકરનું 12 જાન્યુઆરીએ અવસાન થયું હતું. અભિનેતાના અંતિમ સંસ્કાર 13 જાન્યુઆરીએ કરવામાં આવ્યા હતા. સુનીલ હોલકર 'તારક મહેતા'ના ઘણા એપિસોડમાં જોવા મળ્યો હતો. તેમણે શોમાં પોતાના નાના પાત્રથી દર્શકો પર ઊંડી અસર છોડી હતી. સુનીલ હોલકર લિવર સિરોસિસની બીમારી સામે લડી રહ્યા હતા. તેમની સારવાર ચાલી રહી હતી, પરંતુ તેમને બચાવી શકાયા ન હતા.
સુનીલ હોલકર છેલ્લે નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ 'ગોશ્ત એકા પૈઠાણીચી'માં જોવા મળ્યા હતા. તેમણે અશોક હાંડેની ચૌરંગ નાટ્ય સંસ્થામાં ઘણાં વર્ષો સુધી કામ કર્યું. તેઓ 12 વર્ષ થિયેટર સાથે પણ જોડાયેલા હતા. 'તારક મહેતા' સિવાય તેમણે 'મોર્યા', 'મેડમ સર', 'મિસ્ટર યોગી' જેવા ઘણા શોમાં જોવા મળી હતી. સુનીલ હોલકર પોતાની કારકિર્દીની ઉંચાઈઓને સ્પર્શી રહ્યો હતો.
સુનીલ હોલકર અવારનવાર પોતાના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતા હતા. તેમના અવસાન બાદ દરેક લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. સુનીલ હોલકરના પરિવારમાં માતા-પિતા, પત્ની અને બે બાળકો છે. અભિનેતાનું નિધન તેમના પરિવાર અને કલા જગત માટે મોટી ખોટ છે. સુનીલ હોલકરે હંમેશા નિખાલસતાથી ભજવેલા પાત્રો જીવ્યા છે.
TMKOC : તારક મહેતા કા ઉલ્ટા...માં આ પાત્રની થઈ શકે છે એન્ટ્રી! દયા ભાભી પણ કરશે કમબેક?
Taarak Mehta Ka Ooltah Chashmah: જાણીતા ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ઘણા વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે અને આગળ પણ દર્શકોને આકર્ષવામાં કોઈ કસર છોડી રહ્યો નથી. આ શો લોકોને ભારે હસાવે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની વાર્તાની સાથે ચાહકોને આ શોના પાત્રો પણ ખુબ પસંદ પડી રહ્યાં છે. આ શોના પાત્રો એક પછી એક સમયાંતરે દુર થયા જઈ રહ્યાં છે, જેને દર્શકો ખૂબ જ મિસ કરે છે. દયા બેન ઘણા દિવસોથી ગાયબ છે. તે ઉપરાંત બાવરી પણ શોમાં ગેરહાજર છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે શોના મેકર્સ ટીઆરપી મેળવવા માટે જૂના પાત્રોને પાછા લાવવાની યોજના બનાવી રહ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બાવરીની એન્ટ્રી ટૂંક સમયમાં જ થવા જઈ રહી છે. આ વાતને લઈને નિર્ણય પણ લેવાઈ ચુક્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. નવીના વાડેકર એટલે કે બાવરી શોમાં કમબેક કરવા જઈ રહી છે. તેની એન્ટ્રી અંગે મેકર્સે કહ્યું કે, "અમે બાવરી જેવી અભિનેત્રીને કાસ્ટ કરવા માંગતા હતા, જેના ચહેરા પર નિર્દોષતા જોવા મળે. ખાસ વાત એ છે કે સેટ પરથી બાવરી અને બાઘાના ફોટા પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે