નવી દિલ્હીઃ ટીવીની સૌથી જાણીતી એક્ટ્રેસ તારક મહેતા કા ઉલ્ટા ચાશ્મામાં રીટા રિપોર્ટરનો રૉલ કરનારી એક્ટ્રેસ પ્રિયા આહુજા આજકાલ સોશ્યલ મીડિયમાં ખુબ ચર્ચામાં આવી ગઇ છે. તાજેતરમાં જ પ્રિયા આહુજાએ પોતાની એક હૉટ તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી, આ તસવીરમાં તે ખુલ્લેઆમ ફેન્સને પોતાની બ્રા સ્ટ્રેપ બતાવતી દેખાઇ રહી હતી. આ તસવીર સોશ્યલ મીડિયામાં જોરદાર વાયરલ થઇ હતી અને લોકોએ આ તસવીરના કારણે ખરાબ ટ્રૉલ કરવાનુ શરુ કરી દીધુ હતુ. વળી હવે પ્રિયા આહુજાના પતિએ આ ટ્રૉલ્સને જડબાતોડ જવાબ આપી દીધો છે. 


પ્રિયા આહુજા ઇન્સ્ટાગ્રામ પર હૉટ અને બૉલ્ડ લૂક વાળી બે તસવીરો શેર કરી છે, જેમાં પ્રિયા આહુજા પોતે પહેરેલા જીન્સ શર્ટને થોડો હટાવી રહી છે, અને તેની અંદરથી બ્રા સ્ટ્રેપ બતાવી રહી છે. ખુલ્લેઆમ આવા હૉટ પૉઝ આપવાના કારણે લોકો એક્ટ્રેસ પર ગંદી ગંદી કૉમેન્ટો કરી રહ્યાં છે. 



એક યૂઝરે પ્રિયા આહુજા માટે બધી જ હદો વટાવી દીધી, એક્ટ્રેસ પર બહુજ ખરાબ કૉમેન્ટ કરી દીધી. આ વાતને લઇને તેના પતિ અને તારક મહેતાના ડાયરેક્ટર માલવ રજદાએ ટ્રૉલ્સને આડાહાથે લીધો હતો. ઉલ્લેખનીય છે કે પ્રિયા આહુજાને તારક મહેતાના ડાયરેક્ટર માલવ રજદા સાથે પ્રેમ થઇ ગયો હતો, અને આ પછી બન્નેએ લગ્ન કરી લીધા હતા. 


આજકાલ બ્રેક પર છે પ્રિયા આહુજા-
ખાસ વાત છે કે પ્રેગનન્સીના કારમે પ્રિયા આહુજા તારક મહેતા શૉમાંથી હાલ દુર છે, હાલ તે બ્રેક પર છે અને દીકરાની સાથે ક્વૉલિટી ટાઇમ વિતાવી રહી છે. પ્રિયા આહુજા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.


ઉલ્લેખનીય છે કે પ્રિયા આહુજાએ પ્રેગનન્સી બાદ પોતાની લેટેસ્ટ બિકીની તસવીરો પણ શેર કરી હતી. દીકરાને જન્મ આપ્યા બાદ તેને પોતાના ફિગરને જબરદસ્ત રીતે મેઇન્ટેન કર્યુ છે, અને પોતાના પતિ અને દીકરા સાથે ક્વૉલિટી ટાઇમ વિતાવી રહી છે. પ્રિયા પોતાના રિયલ લાઇફમાં એકદમ બૉલ્ડ અને બિન્દાસ છે.