Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવીનો સૌથી લોકપ્રિય શો છે. આ શો 15 વર્ષથી ચાહકોનું મનોરંજન કરી રહ્યો છે. આ સિરિયલ 2008માં પ્રસારિત થઈ હતી. ત્યારથી જ ચાહકો આ શોને ખૂબ જ પસંદ કરે છે. સ્ટોરીલાઇનથી લઈને સ્ટાર કાસ્ટ સુધી બધું જ પરફેક્ટ રીતે દર્શાવવામાં આવ્યું છે.
જોકે આ શો ઘણી વખત વિવાદોમાં પણ ઘેરાયેલો રહ્યો હતો. ઘણા કલાકારોએ શો છોડી દીધો અને કેટલાકે તો સિરિયલના મેકર્સ પર ગંભીર આરોપો પણ લગાવ્યા. આ શોમાં ઘણા કલાકારોના રિપ્લેસમેન્ટ પણ આવ્યા છે. જો કે, દયાબેનના પાત્ર માટે હજુ સુધી કોઈ પસંદગી કરવામાં આવી નથી. જણાવી દઈએ કે દિશા વાકાણી આ શોમાં દયાબેનના રોલમાં જોવા મળી હતી.
પિંકવિલાના સમાચાર મુજબ, દિશા વાકાણી આ વર્ષે દિવાળી સુધીમાં શોમાં પરત ફરી શકે છે. ફેન્સ માટે ખૂબ જ ખુશીના સમાચાર છે. જો કે આ અહેવાલોને લઈને અત્યાર સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
શોમાં ચાલી રહ્યો છે આ ટ્રેક
શોના લેટેસ્ટ ટ્રેકની વાત કરીએ તો જેઠાલાલ દયાબેનને ખૂબ મિસ કરી રહ્યા છે. તે દયાને ગોકુલધામમાં પાછી જોવા માંગે છે. જેઠાલાલ દયાના પાછા ફરવા માટે મક્કમ છે. આના પર સુંદરે જાહેરાત કરી છે કે દયા ટૂંક સમયમાં ગોકુલધામમાં જોવા મળશે.
દયાબેનને ચાહકો ખૂબ જ મિસ કરી રહ્યા છે
જાણીતા ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ઘણા વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે અને આગળ પણ દર્શકોને આકર્ષવામાં કોઈ કસર છોડી રહ્યો નથી. આ શો લોકોને ભારે હસાવે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની વાર્તાની સાથે ચાહકોને આ શોના પાત્રો પણ ખુબ પસંદ પડી રહ્યાં છે. આ શોના પાત્રો એક પછી એક સમયાંતરે દુર થયા જઈ રહ્યાં છે, જેને દર્શકો ખૂબ જ મિસ કરે છે. દયા બેન ઘણા દિવસોથી ગાયબ છે.