તારક મહેતા કા ઉલટા ચશ્મા શોના દર્શકો માટે વધુ ખરાબ સમાચાર સામે આવ્યા છે. શોના ડાયરેક્ટર રાજદાએ પણ તેમાંથી વિદાય લઇ લીધી છે. તો બીજી તરફ વધુ એક અભિનેત્રીનું જવું પાક્કુ માનવામાં આવી રહ્યું છે. વર્ષની શરૂઆતમાં જ તારક મહેતાના ઉલટા ચશ્મા શોના દર્શકોને વધુ એક ખરાબ સમાચાર સાંભળવા પડી રહ્યા છે. અત્યાર સુધી ઘણા કલાકારોએ શો છોડી ચૂક્યા છે. હવે સમાચાર છે કે અન્ય એક વ્યક્તિએ શો છોડી દીધો છે.
શોના નિર્દેશક માલવ રાજદાએ તેને અલવિદા કહી દીધું છે. તે છેલ્લા 14 વર્ષથી આ શોનો ભાગ હતા અને તેને ઉંચાઈ પર લઈ જવામાં પણ તેનો ખાસ હાથ હતો. પરંતુ હવે તે આ શોનું નિર્દેશન નહીં કરે. તે જ સમયે, એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે તેમના ગયા બાદ આ અભિનેત્રીનું પત્તું પણ શોમાંથી કપાઈ શકે છે. જે કારણ માલવ રાજદાએ શો છોડવાનું કારણ બતાવ્યું છે તેના અનુસાર તેમને લાગ્યું હતું કે તે કમ્ફર્ટ ઝોનમાં જતા રહ્યા હતા. જેના લીધે તે ક્રિએટિવ રૂપથી આગળ વધી શકતા ન હતા એટલા માટે હવે તેમણે આ આરામદાયક માહોલમાંથી બહાર નિકળીને કંઇક કરવાનો નિર્ણય લીધો છે.
સમાચાર એ પણ છે કે માલવ રાજદા અને પ્રોડક્શન હાઉસ વચ્ચે કેટલાક મતભેદોના કારણે તેમને શોને છોડવાનો નિર્ણય લીધો છે. પરંતુ જ્યારે ડાયરેક્ટરને આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે તેની સ્પષ્ટ ના પાડી દીધી.
હવે સવાલ એ છે કે શું માલવ રાજદા બાદ પ્રિયા આહૂજા પણ શોને અલવિદા કહી દેશે. તે માલવની પત્ની છે અને વર્ષો સુધી તારક મહેતા કા ઉલટા ચશ્મામાં રીટા રિપોર્ટરનો રોલ ભજવતી હતી. હવે લાગી રહ્યું છે કે જો માલવ શોમાં રહેશે નહી તો બની શકે કે પ્રિયા પણ શોને અલવિદા કહી શકે છે. આમ તો અત્યાર સુધી ઘણા કલાકાર શોને છોડી ચૂક્યા છે. ગત વર્ષે શૈલેશ લોઢા અને રાજ અનડકટ પણ શોને અલવિદા કહી ચૂક્યા છે.
છેલ્લા 14 વર્ષથી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નું નિર્દેશન કરી રહેલા માલવ રાજદાના આ નિર્ણયે બધાને ચોંકાવી દીધા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માલવ અને પ્રોડક્શન હાઉસ વચ્ચેના અણબનાવને કારણે ડિરેક્ટરે આ પગલું ભરવું પડ્યું છે.