Taarak Mehta Ka Ooltah Chashmah: જાણીતા ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ઘણા વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે અને આગળ પણ દર્શકોને આકર્ષવામાં કોઈ કસર છોડી રહ્યો નથી. આ શો લોકોને ભારે હસાવે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની વાર્તાની સાથે ચાહકોને આ શોના પાત્રો પણ ખુબ પસંદ પડી રહ્યાં છે. આ શોના પાત્રો એક પછી એક સમયાંતરે દુર થયા જઈ રહ્યાં છે, જેને દર્શકો ખૂબ જ મિસ કરે છે. દયા બેન ઘણા દિવસોથી ગાયબ છે. તે ઉપરાંત બાવરી પણ શોમાં ગેરહાજર છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે શોના મેકર્સ ટીઆરપી મેળવવા માટે જૂના પાત્રોને પાછા લાવવાની યોજના બનાવી રહ્યા છે.


કહેવામાં આવી રહ્યું છે કે, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બાવરીની એન્ટ્રી ટૂંક સમયમાં જ થવા જઈ રહી છે. આ વાતને લઈને નિર્ણય પણ લેવાઈ ચુક્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. નવીના વાડેકર એટલે કે બાવરી શોમાં કમબેક કરવા જઈ રહી છે. તેની એન્ટ્રી અંગે મેકર્સે કહ્યું કે, "અમે બાવરી જેવી અભિનેત્રીને કાસ્ટ કરવા માંગતા હતા, જેના ચહેરા પર નિર્દોષતા જોવા મળે. ખાસ વાત એ છે કે સેટ પરથી બાવરી અને બાઘાના ફોટા પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે."


બાવરીની કાસ્ટ વિશે મેકર્સે કહ્યું કે...


'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બાવરીનો રોલ કરનાર નવીના વાડેકર તેના પાત્રથી ખૂબ જ ખુશ છે. તેના પાત્ર વિશે, નિર્માતાઓએ કહ્યું, "અમે બાવરી તરીકે એક તાજા અને નિર્દોષ ચહેરાને કાસ્ટ કરવા માંગતા હતા અને ખાસ વાત એ છે કે અમને તે પણ મળી ગયો છે. નવીનાએ અમને વચન આપ્યું છે કે તે અમારા શો માટે હંમેશા પ્રતિબદ્ધ રહેશે.


નિર્માતાઓએ કહ્યું હતું કે, અમારો શો દર્શકોને ઘણો પસંદ આવ્યો છે અને અમારે તેમની ઈચ્છાઓ પૂરી કરવાની પણ જરૂર છે. અમને ખાતરી છે કે દર્શકો નવીના વાડેકરને બાવરી તરીકે પસંદ કરશે. અમે ઘણી અભિનેત્રીઓના ઓડિશન લીધા હતા, પરંતુ અમને તે જ સૌથી વધુ પસંદ આવી હતી. અમે પ્રેક્ષકોને નયી બાવરી પર ખૂબ પ્રેમ વરસાવવા વિનંતી કરીએ છીએ.