મુંબઇઃ ટીવી શૉ તારક મહેતા કા... લાંબા સમયથી ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. મોટી સંખ્યામાં શૉને ફેન્સ પસંદ કરી રહ્યાં છે. આ શૉનો ભાગ રહી ચૂકેલી સોનુ ઉર્ફ નિધિ ભાનુશાળી ફરી એકવાર ચર્ચામાં આવી છે. નિધિ ભાનુશાળીએ છ વર્ષો સુધી શૉમાં સોનુની ભૂમિકા નિભાવી હતી. બાદમાં આગાળના અભ્યાસ અર્થે તેને એક્ટિંગ છોડી દીધી હતી. નિધિ ભાનુશાળી એક્ટિંગની સાથે સાથે એક સારી ગાયિકા પણ છે.
નિધિ ભાનુશાળીના ગાવાના પેશનને બહુ ઓછા લોકો જાણે છે, તે એક શાનદાર સિંગર પણ છે, અને સોશ્યલ મીડિયા પર સિંગિંગના વીડિયો પણ શેર કરતી રહે છે.
સોનુ ઉર્ફ નિધિ ભાનુશાળીએ તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ગીત ગાતો વીડિયો શેર કર્યો છે, આમાં તે પોતાની એક દોસ્તની સાથે એમી વાઇનહાઉસના ગીત વાય ડૉન્ટ યૂ કમ ઓન ઓવર ગીત ગાતી દેખાઇ રહી છે. ગીત ગાતા તેનો અવાજ ખુબ સારો લાગી રહ્યો છે.
નિધિ ભાનુશાળીએ આ સોન્ગના કેપ્શનમાં લખ્યું કે શું તમે વિશ્વાસ કરી શકો છો કે ગીત ગાતા સમયે મેં ડ્રિંક ન હતી કરી, બેટર સોન્ગ એક્સપીરિયરન્સ માટે ઇયરફોનનો ઉપયોગ કરો.
નિધિ ભાનુશાળીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગીત ગાતા કેટલાક વીડિયો શેર કર્યો છે, જેમાં તેનો અવાજ સાંભળીને લાગે છે કે તે ખરેખરમાં કોઇ પ્રૉફેશનલ સિંગરથી કમ નથી. તે આ વીડિયોમાં હિન્દી અને ઇંગ્લિશ, બન્ને પ્રકારના સોન્ગ ગાતા દેખાઇ રહી છે.