Tarak Mehta ka ooltah Chashmah : ટીવીના સૌથી સફળ શોમાં નો એક શો એટલે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા હંમેશા કોઈના કોઈ કારણથી હેડાલાઈન્સમાં રહે છે. છેલ્લા ઘણા દિવસોથી પોતાના લીડ એક્ટર શૈલેષ લોઢાના કારણે આ શો સમાચારોમાં ચમકી રહ્યો છે. તારક મેહતા કા ઉળ્ટા ચશ્મામાં તારક મેહતાનો રોલ કરનાર શૈલેષ લોઢાએ કેટલાક મહિના પહેલાં શોને અલવિદા કહી દીધું છે. જો કે, આના પાછળનું સાચું કારણ હજી સુધી સામે નથી આવ્યું કે આખરે કેમ આટલા પોપ્યુલર અને સફળ શોને કેમ છોડ્યો? દર્શકો એ જાણવા આતુર છે કે, શું શૈલેષ લોઢા શોમાં વાપસી કરશે કે નહી?
શું કહ્યું અસિત મોદીએ?
આ બધાની વચ્ચે તારક મેહતા શોના પ્રોડ્યુસર અસિત મોદીએ મૌન તોડ્યું છે. અસિત મોદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં અસિત મોદી સ્પષ્ટ કહી રહ્યા છે કે, "જો એક્ટરને પરત આવવું છે તો આવી શકે છે. પરંતુ કોઈ પણ કારણોસર શો બંધ નહી થાય. જો શોમાં તારક મેહતા (શૈલેષ લોઢા) પરત નહી આવે તો નવા તારક મેહતા આવી જશે. જુના તારક મેહતા આવશે તો પણ ખુશી થશે અને નવા આવશે તો પણ ખુશી થશે. મારો લક્ષ્ય છે કે, દર્શકોના ચહેરા પર મુસ્કાન બનેલી રહે."