Ramayan: રામાનંદ સાગરની ધાર્મિક ધારાવાહિક 'રામાયણ' આજે પણ દરેક વ્યક્તિની પસંદગી છે. વર્ષો પહેલા ટેલિકાસ્ટ થયેલી આ ટીવી સિરિયલના એપિસોડ આજે પણ લોકો જુએ છે. લોકડાઉન દરમિયાન પણ એવું જ હતું. વર્ષો પહેલા જ્યારે આ ટીવી સિરિયલ ટેલિકાસ્ટ થતી હતી ત્યારે રસ્તાઓ નિર્જન થઈ જતા હતા. ટીવી સામે લોકો ભેગા થઈ જતાં હતા. તે જ સમયને યાદ કરીને લોકડાઉન દરમિયાન ઘરોમાં કેદ થયેલા લોકો માટે આ સિરિયલ ફરીથી દૂરદર્શન પર બતાવવામાં આવી હતી. એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે આ સિરિયલ દ્વારા લોકોનું મનોરંજન થશે. જો કે લોકોનું મનોરંજન કરવામાં આ સિરિયલ સફળ રહી હતી. સાથે સાથે તેના એક એપિસોડે તેનું નામ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું હતું.






રામાયણનો લોકોમાં ક્રેઝ જોવા મળે છે


તમને રામાયણ સિરિયલમાં લક્ષ્મણ અને મેઘનાદ વચ્ચેનું યુદ્ધ યાદ હશે. લોકડાઉન સમયે 2020માં આ સિરિયલ ફરીથી ટેલિકાસ્ટ કરવામાં આવી હતી. 90ના દાયકામાં જ્યારે આ સીરિયલ પહેલીવાર બતાવવામાં આવી હતી. ત્યારે લોકો તેને જોવા માટે તેમના તમામ કામ બંધ કરી દેતા હતા. લોકડાઉનમાં પણ આવી જ હાલત જોવા મળી હતી અને જ્યારે બીજી વખત ટેલિકાસ્ટ કરવામાં આવ્યું ત્યારે લોકોમાં ફરી એ જ જુસ્સો જોવા મળ્યો હતો.


લક્ષ્મણ અને મેઘનાદ વચ્ચેના યુદ્ધે ઇતિહાસ રચ્યો


જ્યારે લક્ષ્મણ અને મેઘનાદનું યુદ્ધ રામાયણમાં બતાવવામાં આવ્યું હતું, ત્યારે તેણે ઇતિહાસ રચ્યો હતો અને આ એપિસોડને 77.7 મિલિયન એટલે કે 7.7 કરોડ લોકોએ જોયો હતો. જે એક વર્લ્ડ રેકોર્ડ હતો. આ એપિસોડે સૌથી વધુ વ્યુઅરશિપ માટે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેનું નામ નોંધાવ્યું હતું.


સુનિલ લહેરી લક્ષ્મણ અને વિજય અરોરાએ મેઘનાદની ભૂમિકા ભજવી હતી


રામાયણના તમામ પાત્રો ખૂબ પ્રખ્યાત છે. આ ટીવી સિરિયલમાં કામ કરતા દરેક કલાકાર પોતાના રોલથી ફેમસ થયા હતા. જણાવી દઈએ કે રામાયણમાં સુનીલ લાહિરીએ લક્ષ્મણનો રોલ કર્યો હતો અને વિજય અરોરાએ રામનો રોલ કર્યો હતો. જેમને હવે તેની પ્રતિકાત્મક ભૂમિકા માટે યાદ કરવામાં આવે છે.