Taarak Mehta Ka Ooltah Chashmah : 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નિર્માતા અસિત કુમાર મોદી પર શોની અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. જોકે નિર્માતાએ જેનિફર મિસ્ત્રી બંસીવાલ દ્વારા તેમના પર લગાવવામાં આવેલા આરોપોને નકારી કાઢ્યા છે. જેનિફર ઉર્ફે રોશન સોઢીની ભૂમિકા ભજવનાર અભિનેત્રીએ ETimes સાથેની વાતચીતમાં અસિત મોદી પર ના માત્ર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો પરંતુ તેમની સામે કેસ પણ દાખલ કર્યો છે. હવે આ મુદ્દાનો બીજો ભાગ એટલે કે અસિત મોદીએ ખુલાસો કર્યો છે.


'ઈટાઈમ્સ' સાથે વાત કરતા આસિત મોદીએ કહ્યું હતું કે, આ માત્ર એક ખોટો અને પાયાવિહોણો આરોપ છે અને તેમાં કોઈ સત્ય નથી. તે માત્ર મારી ઈમેજ ખરાબ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ મારી વાસ્તવિક પ્રતિક્રિયા છે અને હું બહાનેબાજી કરવા અથવા ઢાંકપીછોડો કરવાંપ પ્રયાસ નથી કરી રહ્યો. સોકોઈ જાણે છે કે, હું વાસ્તવિક જીવનમાં કેવો છું. અમે તેને શો અને મારી ટીમમાંથી કાઢી નાખી. મારા ડાયરેક્ટર અને ટીમે તેને શો છોડવા કહ્યું. અમારી પાસે તમામ પુરાવા છે અને હું વિચાર્યા વગર બોલતો નથી. મારું પ્રોડક્શન ટૂંક સમયમાં તમને બધાને જ પુરાવા અને દસ્તાવેજો મોકલી આપશે.


આસિત મોદીએ આરોપો પર કહ્યું કે... 


પ્રોડક્શન હાઉસ નીલા ટેલિફિલ્મ્સે પણ આ અંગે એક નિવેદન જારી કર્યું છે જેમાં કહેવાયું છે કે- 'સેટ પર તેની પાસેઅનુશાસનનો અભાવ હતો અને તે તેના કામ પર ધ્યાન નહોતી આપતી. અમારે રોજ પ્રોડક્શન હેડને ફરિયાદ કરવી પડી હતી. જેનિફર મિસ્ત્રી વિશે હર્ષદ જોષી અને ઋષિ દવેએ જણાવ્યું હતું કે, 'તેના છેલ્લા દિવસે તે આખા યુનિટની સામે અપમાનિત થઈ હતી અને તેનું શૂટિંગ પૂરું કર્યા વિના જ સેટ છોડીને ચાલી ગઈ હતી.'


'બધા સાથે ખોટું કર્યું'


તેમણે એક નિવેદનમાં આગળ ઉમેર્યું હતું કે, 'તેણે આખી ટીમ સાથે શોમાં ખોટી રીતે વર્તન કર્યું. શૂટમાંથી બહાર નીકળતી વખતે તેણે લોકોની પરવા કર્યા વગર પોતાની કાર તદ્દન બેફામ રીતે ચલાવી હતી. તેણે સેટ પરની સંપત્તિને પણ નુકસાન પહોંચાડ્યું હતું. શૂટ દરમિયાન તેના ખરાબ વર્તન અને અનુશાસનને કારણે અમે તેને હટાવી દીધી હતી. આ ઘટના જ્યારે ઘટી ત્યારે અસિત મોદી અમેરિકામાં હતાં. 


પ્રોજેક્ટ વડાએ શું કહ્યું? 


તેમણે આગળ કહ્યું હતું કે, 'હવે તે પાયાવિહોણા આરોપો લગાવીને અમને અને શોને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. અમે તેમની સામે અમારી ફરિયાદ નોંધી લીધી છે. પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને જતીન બજાજનું કહેવું છે કે, અમે કાનૂની કાર્યવાહી કરીશું કારણ કે તે અમને અને શોને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. જ્યારથી અમે તેને કાઢી મૂકી છે ત્યારથી તે તદ્દન પાયાવિહોણા આરોપો લગાવી રહી છે.