TMKOC: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ટીવીનો સૌથી લોકપ્રિય શો છે. આ સિટકોમે તાજેતરમાં જ ટીવી પર 15 વર્ષ પૂર્ણ કર્યા છે. સાથે જ આ સીરિયલનું દરેક પાત્ર દર્શકોના દિલમાં વસે છે. ખાસ કરીને 'દયાબેન' કે 'દયા ભાભી'નું પાત્ર આ શોનું સૌથી લોકપ્રિય પાત્ર રહ્યું છે. જોકે આ પાત્ર ઘણા વર્ષોથી શોમાંથી ગાયબ છે. હકીકતમાં તારક મહેતામાં 'દયાબેન'નું પાત્ર ભજવનાર ટીવી અભિનેત્રી દિશા વાકાણીએ સિટકોમમાંથી મેટરનિટી બ્રેક લીધો હતો. ત્યારથી ચાહકો શોમાં તેની વાપસીની રાહ જોઈ રહ્યા છે. જ્યારે એવું લાગે છે કે, તારક મહેતામાં 'દયાબેન'ને ફરીથી જોવાની ચાહકોની ઈચ્છા ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે.


દિશા વાકાણી ઉર્ફે દયાબેન તારક મહેતામાં પાછા ફરવાની પુષ્ટિ કરી 
 
પ્રખ્યાત કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જનરેશન ગેપને પૂરો કરવા માટે જાણીતો છે, અને પરિવારના તમામ સભ્યો તેને ખુશીથી એકસાથે જુએ છે. દર વર્ષે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સ્ટારડમની નવી ઊંચાઈઓ પર પહોંચે છે અને શોના પંદર વર્ષ પૂરા થતાની સાથે જ શોના નિર્માતા અસિત મોદીએ પણ ચાહકોને ભેટ આપી હતી. હકીકતમાં, અસીલ મોદીએ શોમાં સૌકોઈની ફેવરિટ દિશા વાકાણીની વાપસીની પુષ્ટિ કરી છે. શોની શાનદાર જર્નીનો રિકેપ એક ખાસ કાર્યક્રમમાં બતાવવામાં આવ્યો હતો, જે દરમિયાન અસિત મોદીએ દિશા વાકાણીના કમબેકની જાહેરાત કરી હતી.


અસિત મોદીએ દિશા વાકાણીના શોમાં પાછા ફરવાનું વચન આપ્યું


આ દરમિયાન અસિત મોદીએ કહ્યું હતું કે, એક કલાકાર જેને કોઈ ભૂલી શકતું નથી તે છે 'દયાબેન' જેનું પાત્ર દિશા વાકાણીએ ભજવ્યું છે. તેમણે ખુલાસો કર્યો છે કે, ચાહકો દિશાના શોમાં પાછા ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યાર બાદ તેણીએ વચન આપ્યું હતું કે, તે ટૂંક સમયમાં શોમાં પરત ફરશે. જો કે દિશા વાકાણીના ટેલિવિઝન પર પાછા ફરવાના સમાચાર અને દાવા છ વર્ષથી ચાલી રહ્યા છે. પરંતુ આ વખતે ખુદ અસિત મોદીએ આ વાતની પુષ્ટિ કરી છે. આ સ્થિતિમાં દયાબેનને ફરી એકવાર શોમાં જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે.


દિશા વાકાણીનું લગ્નજીવન


ઉલ્લેખનીય છે કે, દિશા વાકાણીએ 24 નવેમ્બર 2015ના રોજ બિઝનેસમેન મયુર પડિયા સાથે લગ્ન કર્યા હતા. આ કપલે એરેન્જ મેરેજ કર્યા હતા. વર્ષ 2017માં બંનેએ પુત્રીને જન્મ આપ્યો હતો. આ પછી અભિનેત્રીએ પ્રસૂતિ રજા લીધી હતી. પાછળથી 2022માં દિશાએ તેના બીજા બાળક, બેબી બોયનું સ્વાગત કર્યું.