Tunisha Sharma Death Updates: ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ શનિવારે તેના શો 'અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલ'ના સેટ પર મેક-અપ રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. બીજી તરફ સ્વર્ગસ્થ તુનિષા શર્માના પરિવારે એક નિવેદન જારી કરીને તેના ચાહકો અને શુભેચ્છકોને જાણ કરી કે અભિનેત્રીના અંતિમ સંસ્કાર મંગળવારે કરવામાં આવશે. સોમવારે મોડી સાંજે તુનિષાના પરિવારે એક નિવેદન બહાર પાડ્યું હતું. તેમાં લખ્યું હતું, ખૂબ જ દુખ સાથે અમે જણાવીએ છીએ કે અમારી પ્રિય તુનિષા શર્મા 24 ડિસેમ્બર 2022ના રોજ અમને છોડીને ચાલી ગઈ છે. અમે ઈચ્છીએ છીએ કે દરેક વ્યક્તિ તેને અંતિમ વિદાય આપવા આવે." તમને જણાવી દઈએ કે અભિનેત્રીના અંતિમ સંસ્કાર મીરા રોડ સ્મશાનભૂમિમાં કરવામાં આવશે. બપોરે 3.00 કલાકે અંતિમ સંસ્કાર શરૂ થશે.


ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માના આજે અંતિમ સંસ્કાર 


જણાવી દઈએ કે અભિનેત્રીના મૃત્યુ બાદ તેની માતાએ તેના બોયફ્રેન્ડ શિઝાન ખાન પર ગંભીર આરોપ લગાવ્યા હતા. જે બાદ પોલીસે રવિવારે શિઝાન ખાનની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ લીધા હતા. બીજી તરફ આગલા દિવસે શિઝાને પૂછપરછ દરમિયાન અનેક ચોંકાવનારી બાબતો પોલીસને જણાવી હતી. ફિલહાસ પોલીસ શિઝાન ખાનની પૂછપરછમાં વ્યસ્ત છે. આ બધાની વચ્ચે પોલીસે તુનિષાના મોતનું કારણ શિઝાન ખાન સાથેનું બ્રેકઅપ હોવાનું જણાવ્યું છે.



2022/12/27/660564bad317d43eaee9cc1cf35a6a7f167211674580481_original.jpg" />


પોલીસે આ કેસમાં 'લવ જેહાદ'ના એંગલને નકારી કાઢ્યું


પોલીસે આ કેસમાં 'લવ જેહાદ'ના એંગલને નકારી કાઢ્યું છે. તે જ સમયે પોલીસે અભિનેત્રી અને આરોપી શિઝાન ખાનના મોબાઈલ ફોનને ફોરેન્સિક તપાસ માટે મોકલી દીધા છે જેથી કરીને બ્રેકઅપનું સાચું કારણ જાણી શકાય. અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તુનિષાનું મોત ગળે ફાંસો ખાવાથી થયું હોવાનું જણાવવામાં આવ્યું છે. આ સાથે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અભિનેત્રીના ગર્ભવતી હોવાની હકીકતને પણ નકારી કાઢવામાં આવી છે. પોલીસ તુનિષાના મૃત્યુ કેસની તપાસ વિવિધ એંગલથી કરી રહી છે.


તુનિષા શર્માનો 4 જાન્યુઆરીના રોજ જન્મદિવસ


તુનિષા શર્માના જન્મદિવસને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા હતા. તે 4 જાન્યુઆરીએ 21 વર્ષની થઈ હોત. પરંતુ જન્મદિવસ પહેલા તેણે આત્મહત્યા કરી લીધી હતી. અભિનેત્રીના મૃત્યુથી તેના પરિવારના સભ્યો ભાંગી પડ્યા છે. તેની માતા તેની પુત્રીની વિદાયના દુઃખથી સંપૂર્ણપણે ભાંગી પડી છે.