મુંબઇઃ ટીવીની હૉટ એક્ટ્રેસમાં સામેલ જાણીતી કલાકાર રતન રાજપૂતને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં જ તેની ખેતી કરતી તસવીર સામે આવી છે. ખરેખરમાં રતન રાજપૂતે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે, તસવીરો પરથી જાણી શકાય છે કે, તે કેટલી સિમ્પલ અને નૉન ગ્લેમરસ દુનિયા સાથે પ્રેમ કરે છે. હાલમાં રતન રાજપૂત વ્લૉગમાં બિહારના એક ગામડાની સેર કરવા નીકળી છે. 


એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે, જેમાં તેને એક ગામડામાં ગામવાસીઓની વચ્ચે ખેતી કરતી જોઇ શકાય છે. તે બિહારના આવાડી (Anwarhi) ગામમાં ગઇ છે. ગામના રસ્તામાં સતી માતાનુ મંદિર (ડુમરેજની મંદિર) આવે છે, રતન ત્યાં જઇને દર્શન કરે છે. 


રતન રાજપૂત બતાવ્યુ કે તે મહારાષ્ટ્રના એક ગામમાં રહી રહી છે, ગામમાં તેને ડુંગળી અને હળદરની ખેતી છે. તેને ગામડાનું જીવન જીવવુ ખુબ સાર઼ું લાગે છે. ત્યાં ખેતી કરતા લોકો સાથે રતન રાજપૂત તસવીરો અને વીડિયો પણ લીધા છે. 






ટીવી એક્ટ્રેસ રતન રાજપૂતની કેરિયરની વાત કરીએ તો છેલ્લે તે સીરિયલ સંતોષી માં- સુનિએ વ્રતકથાએ માં દેખાઇ હતી. આ શૉ 2020માં ઓનએર થયો હતો. હાલમાં તે બંધ થઇ ગયો છે. તે શૉ બાદ રતન રાજપૂત સ્ક્રીન પર નથી દેખાઇ, રતનના ઇન્ડસ્ટ્રી છોડવાનો પણ લોકો કયાસ લગાવી રહ્યાં છે. 


 






















---