Sea Photoshoot: ટીવી સ્ટાર આમના શરીફ ફરી એકવાર ચર્ચામાં આવી છે, આ વખતે એક્ટ્રેસે પોતાની ગ્લેમરસ અદાઓથી ફેન્સનુ દિલ જીતી લીધુ છે. તેને દરિયા કિનારે બૉટ પર ખાસ ફોટોશૂટ કરાવ્યુ છે, જેની તસવીરો હવે સામે આવી છે. ટીવી સ્ટાર આમના શરીફ આમ તો દરેક લૂકમાં હૉટ જ લાગે છે, પરંતુ જ્યારે વાત ગ્લેમર અંદાજની આવે તો યુવા એક્ટ્રેસીસને પણ માત આપે છે, તે એકદમ એલિગન્ટ અને સ્ટાઇલિશ લૂકમાં દેખાઇ છે. સામે
આવેલી તસવીરોમાં આમના શરીફ પીળા કલરના લૉન્ગ ગાઉન ડ્રેસમાં એકદમ સુંદર દેખાઇ રહી છે. જેની અદાઓ ફેન્સનુ દિલ જીતી રહી છે. આ તસવીરોમાં 40 વર્ષીય એક્ટ્રેસ આમના શરીફ દરિયા કિનારે છે, અને એકથી એક ચઢિયાતા પૉઝ ક્લિક કરાવી રહી છે. આ તસવીરો ખુદ એક્ટ્રેસે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પરથી શેર કરી છે, આમાં કેપ્શનમાં લખ્યુ છે- ફૉરેવર રાઇટિંગ એ સ્ટૉરી ઇન માય હેડ
ટીવીની બોલ્ડ અભિનેત્રી આમના શરીફ ફરી એકવાર તેના લેટેસ્ટ ફોટોશૂટથી હેડલાઈન્સમાં ચમકી છે. પોતાના કૂલ લુકમાં તેણે ઘણા કિલર પોઝ આપ્યા છે. ખરેખરમાં, આમના શરીફે પોતાની કેરિયરની શરૂઆત ટીવી સીરિયલ 'કહી તો હોગા'થી કરી હતી. આમના શરીફ પોતાની ડેબ્યૂ સીરિયલથી જ ઘરે ઘરે કશિશના નામથી જાણીતી થઇ ગઇ હતી. આમના શરીફ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને દરરોજ પોતાની નવી નવી તસવીરો શેર કરતી રહે છે. હાલ 40ની ઉંમર હોવા છતાં એક્ટ્રેસની બૉલ્ડનેસના ફેન્સ જોરદાર દિવાના છે.
આમના શરીફની આ અદાઓ ફેન્સને દિવાના બનાવી રહી છે. એક્ટ્રેસના ચાહલોનુ લિસ્ટ આજે પણ ખુબ લાંબુ છે. આમના શરીફ માત્ર ટીવી જ નહીં પરંતુ બૉલીવુડમાં પણ પોતાનો હાથ અજમાવી ચૂકી છે, એક્ટ્રેસ ઘણી ફિલ્મોમાં પણ દેખાઇ ચૂકી છે.