Devoleena Bhattacharjee Delivers Baby Boy: ટીવીની ગોપી બહુ એટલે કે દેવોલીના ભટ્ટાચાર્જીના ઘરમાં ખિલખિલાટનો માહોલ સર્જાયો છે. અભિનેત્રી માતા બની છે, તેને દીકરાને જન્મ આપ્યો છે. દેવોલીનાએ ખુદ તેના ઈન્સ્ટાગ્રામ દ્વારા તેના ચાહકોને આ ખુશખબર વિશે માહિતી આપી છે.


દેવોલીના ભટ્ટાચાર્જીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે અને તેના ચાહકો સાથે માતા બનવાના સમાચાર શેર કર્યા છે. વીડિયોમાં લખ્યું છે- અમે અમારી નાની ખુશી, અમારા બેબી બૉયની જાહેરાત કરતાં ખૂબ જ રોમાંચિત છીએ. 18.12.2024. વીડિયોની સાથેના કેપ્શનમાં દેવોલીનાએ લખ્યું- 'હેલો વર્લ્ડ! અમારો નાનો દેવદૂત છોકરો અહીં છે.


સેલેબ્સ અને ફેન્સે આપી માં બનવાની શુભેચ્છા 
દેવોલીના ભટ્ટાચાર્જીના માતા બનવાના સમાચાર સાંભળ્યા બાદ ટીવી સેલેબ્સ તેને ખૂબ અભિનંદન આપી રહ્યા છે. પારસ છાબરા અને આરતી સિંહે કૉમેન્ટ કરી અને લખ્યું – અભિનંદન. વળી, ચાહકો પણ દેવોલીના અને તેના પુત્રને અભિનંદન આપી રહ્યા છે.






15 ઓગસ્ટે એનાઉન્સ કરી હતી પ્રેગનન્સી 
આ વર્ષે 15 ઓગસ્ટના રોજ દેવોલીનાએ પતિ શાહનવાઝ શેખ સાથેના કેટલાક ફોટો શેર કરીને પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. અભિનેત્રીએ પંચ અમૃત વિધિના ફોટા પોસ્ટ કર્યા હતા અને લખ્યું હતું - 'જીવનના આ સુંદર અધ્યાય દરમિયાન માતા અને તેના ગર્ભસ્થ બાળકને સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને ખુશીઓ આપવા માટે પવિત્ર પંચ અમૃત વિધિ સાથે માતૃત્વની દિવ્ય યાત્રાની ઉજવણી કરો પરંપરા અને પ્રેમનું મિશ્રણ.






વર્ષ 2022માં જિમ ટ્રેનર સાથે કર્યા હતા લગ્ન  
દેવોલીના ભટ્ટાચાર્જીએ 2022માં તેના જિમ ટ્રેનર શાહનવાઝ શેખ સાથે લગ્ન કર્યા હતા. લાલ સાડી પહેરીને લગ્નની તસવીરો શેર કરતી વખતે અભિનેત્રીએ લખ્યું હતું - 'અને હા, હું ગર્વથી કહી શકું છું કે મને લેવામાં આવી છે અને હા, જો શોનુએ દીવો લઈને શોધ્યો હોત તો પણ મને તમારા જેવો કોઈ મળ્યો ન હોત. તમે મારી પીડા અને પ્રાર્થનાનો જવાબ છો. હું તને પ્રેમ કરું છું શોનુ. આપ સૌને ખૂબ ખૂબ પ્રેમ. અમને તમારી પ્રાર્થનામાં રાખો અને અમને આશીર્વાદ આપો. મિસ્ટીરિયસ આદમી ઉર્ફે ફેમસ શોનુ અને તમારા બધાના જીજા.


આ પણ વાંચો


Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ