Palak Sidhwani PICS: ટીવીના સૌથી પૉપ્યૂલર શૉમાનો એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દરેક કેરેક્ટર ખુબ પૉપ્યૂલર થઇ ચૂક્યા છે. હવે તારકે મહેતા (Taarak Mehta) ની સોનૂ ઉર્ફે પલક સિઘવાણી (Palak Sidhwani) નો બીચ  પર ગ્લેમરસ લૂક સામે આવ્યો છે. જે ખુબ વાયરલ થઇ રહ્યો છે. વર્ષોથી તારક મહેતા કા ઉલ્ટા શૉ લોકોને મનોરંજન પુરી પાડી રહ્યો છે. દરેક કેરેક્ટર અલગ અલગ રીતે મનોરંજન કરી રહ્યાં છે, પરંતુ આ શૉમાં ટપ્પૂ સેના ખુબ ચર્ચામાં રહી છે. જેમાંની ભીડેની સોનૂ ખુબ ચર્ચામાં છે, આજકાલ સોનૂ ઉર્ફે પલક સિઘવાણી પોતાના ગ્લેમરસ લૂકના કારણે પણ ચર્ચામાં છે.


તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનૂ ઉર્ફે પલક સિઘવાણી રિયલ લાઇફમાં એકદમ ગ્લેમરસ અને બૉલ્ડ છે. સોશ્યલ મીડિયા પર એક્ટ્રેસ ખુબ એક્ટિવ રહે છે. 




તાજેતરમાં એક્ટ્રેસ પલક સિઘવાણી પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે બીચ પર મોજ મસ્તી કરતી દેખાઇ રહી છે. તેને અહીં એકથી એક ચઢિયાતા કિલર પૉઝ આપ્યા છે.  




પલકે પોતાની ગ્લેમસ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. જેના ખુબ લાઈક્સ અને કમેન્ટ તેના ફેન્સ કરી રહ્યાં છે. દરિયા કિનારે એક્ટ્રેસ બિકીની ટૉપ અને થાઇ હાઇ સ્લીટ પર કેર વર્તાવી રહી છે, તેને એ સેક્સી ડ્રેસમાં ફેન્સની દિલની ધડકનો વધારી દીધી છે. 




પલક સિઘવાણીનો આ બીચ અવતાર જોઇને ફેન્સ પણ ચોંકી ગયા છે, સીરિયલમાં ટપ્પૂ સેનામાં સોનૂ એકદમ સીદી સાદી દેખાઇ રહી છે, અને રિયલ લાઇફમાં અલગ છે.