મુંબઇઃ લગ્ન ફક્ત એક શબ્દ નહીં હોતો પરંતુ સાત જન્મોનુ બંધન છે, પરંતુ દરેક વાર એવુ નથી થતુ, કેટલીક વાર બે એવા લોકો મળી જાય છે જેમનુ સાથે રહેવુ મુશ્કેલ બની જાય છે. આવામાં બન્નેનુ અલગ થઇ જવુ જ સારુ છે. 'જ્યોતિ' અને 'વીરા' જેવી પૉપ્યૂલર સીરિયલમાં કામ કરી ચૂકેલી હૉટ એક્ટ્રે્સ સ્નેહા વાઘ (Sneha Wagh)ની કહાણી પણ આવી જ છે. સ્નેહા વાઘએ બે વાર લગ્ન કર્યા છતાં પણ બે વાર અસફળ રહી. પહેલા પતિએ તેને શારીરિક શોષણ કર્યુ તો બીજાએ પણ ટૉર્ચર કરી.
વર્ષ 2018માં સ્નેહા વાઘે એબીપી ન્યૂઝને પોતાના પહેલા લગ્ન તુટવા વિશે જણાવ્યુ હતુ અને તેને બીજા લગ્નને લઇને પણ વાત કરી છે. સ્નેહા વાઘે માત્ર 19 વર્ષની ઉંમરમાં અવિષ્કાર દાર્વેકર (Avishkar Darvekar) સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નમાં તેને ડૉમેસ્ટિક વાયૉલેન્સનો શિકાર થવુ પડ્યુ હતુ. પહેલા લગ્ન તુટવા પર તેને બતાવ્યુ કે, હું એ નહીં કહુ કે તે ખોટો છોકરો હતો, પરંતુ હા, મારા માટે બરાબર ન હતો. બે અસફળ લગ્ન બાદ મે અનુભવ કર્યો કે પુરુષોને હેડસ્ટ્રૉન્ગ મહિલાઓ પસંદ નથી. આપણા સમાજમાં ધારણા છે કે માત્ર પુરુષ જ પરિવારની દેખરેખ કરી શકે છે. પરંતુ તે સત્ય નથી. મને ખબર છે કે હું અમારા પરિવારને ચલાવવા માટે સક્ષમ છું.
સ્નેહા વાઘે બીજીવાર ઇન્ટીરિયર ડિઝાઇનર અનુરાગ સોલંકી સાથે લગ્ન કર્યા જે માત્ર 8 મહિના જ ચાલી શક્યા. બન્ને છેલ્લા કેટલાય સમયથી એકબીજાથી અલગ રહી રહ્યાં છે, પરંતુ કાયદેસર રીતે અલગ નથી થયા. પરંતુ તે જલદી તલાક લઇ લેશે. તેમને કહ્યું કે, પહેલા લગ્ન વખતે મારી ઉંમર ખુબ ઓછી હતી. 7 વર્ષ બાદ મે ફરીથી લગ્ન કર્યા પરંતુ મારુ દુર્ભાગ્ય જ હતુ કે મે ફરીથી ખોટા માણસને પસંદ કર્યો. પરંતુ હવે બે લગ્ન તુટ્યા બાદ તેનુ કહેવુ છે કે, તેની જિંદગીમાં કોઇ પ્રેમ નહીં, કોઇ લગ્ન નહીં, હવે હું કોઇપણ વસ્તુ માટે તૈયાર નથી.
સ્નેહા વાઘે 17 વર્ષની ઉંમરમાં મરાઠી થિએટરથી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. આ પછી તે 'અધુરી એક કહાની', જ્યોતિ અને 'વીરા' જેવી સીરિયલોમાં દેખાઇ.